રેમો બોલીવૂડનો જાણીતો કોરિયોગ્રાફર છે. તેણે રેસ ૩ અને એબીસીડી સીરીઝ જેવી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. તે જાણીતા ડાન્સ રિયાલિટી શોના નિર્ણાયક તરીકે પણ જોવા મળ્યો છે. (ફાઇલ તસવીર)
2/6
ખાસ વાત છે કે 46 વર્ષીય કોરિયોગ્રાફર રેમો ડિસૂજા એરફોર્સ પરિવારમાં જન્મેલો છે, તેનો જન્મ બેગ્લુરુમાં થયો હતો. કોરિયોગ્રાફરે અભ્યાસ ગુજરાતમાં જામનગરમાં આવેલી એરફોર્સ સ્કૂલમાં પુરો કર્યો છે. કોરિયોગ્રાફરે જામનગરમાં ભણ્યો અને ઉછળ્યો છે, તેને એચએસસી બોર્ડની પરિક્ષા જામનગરમાં આપી અને બાદમાં મુંબઇ શિફ્ટ થઇ ગયો હતો. (ફાઇલ તસવીર)
3/6
(ફાઇલ તસવીર)
4/6
રિપોર્ટ પ્રમાણે કોરિયોગ્રાફરની એન્જિયોપ્લાસ્ટ સર્જરી કરવામાં આવી છે અને તેનું સ્વાસ્થ્ય સારું છે. (ફાઇલ તસવીર)
5/6
૨૦૨૦નુ વર્ષ બૉલીવુડ માટે એકદમ ખરાબ રહ્યું, કેટલાક સેલેબ્સનુ નિધન થઇ ગયુ તે કેટલાક રોગોથી પીડિત થયા છે. સોશિયલ મીડિયાના ન્યુઝ પોર્ટલના અનુસાર રેમો ડિસોઝાને હાર્ટએટેક આવતા તેને મુંબઇની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. (ફાઇલ તસવીર)
6/6
મુંબઇઃ જાણીતા કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસૂજાને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવ્યા બાદ કોરિયોગ્રાફરને મુંબઇની કોકિલાબેન હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. તેને આઇસીયુમાં રાખવામાં આવ્યો છે. રેમો ડિસૂજાની પત્ની લિજેલ પણ હૉસ્પીટલમાં છે, અને તેની દેખરેખ રાખી રહી છે. (ફાઇલ તસવીર)