કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના ભારત બંધના એલાનને આજે ગુજરાત કૉંગ્રેસે ટેકો જાહેર કર્યો હતો. ભારત બંધના એલાનમાં ગુજરાતના લોકોને જોડવા પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લોકોને અપીલ કરી હતી. અમતિ ચાવડાએ કહ્યું ગુજરાત કોંગ્રેસ દિલ્હીમાં ચાલતા આંદોલનમાં જોડાશે. ગુજરાત કિસાન કોંગ્રેસના કાર્યકરો દિલ્હી જશે અને આંદોલનમાં સામેલ થશે.
2/5
આ ઉપરાંત અર્જુન મોઢવાડિયા સી.જે.ચાવડા, બિમલ શાહ અને બળદેવજી ઠાકોર સહિતના નેતાઓ પણ પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
3/5
ખેડૂત આંદોલનનો આજે 11મો દિવસ છે. ગઈકાલે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે થયેલી પાંચમા તબક્કાની મીટિંગમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. આશરે 5 કલાક ચાલેલી મીટિંગમાં ખેડૂતોએ સરકારને કહ્યું કે, તેઓ કાનૂનને પરત લેશે કે નહીં તે સ્પષ્ટ કરે. આગામી બેઠક 9 ડિસેમ્બરે યોજાશે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમનો લેખિત ફેંસલો મોકલે અને તે બાદ બેઠકમાં સામેલ થવા પર ફેંસલો લઇશું. આજે ગુજરાત કોંગ્રેસે પણ ભારત બંધના એલાનને ટેકો જાહેર કર્યો હતો.
4/5
વિરોધ પ્રદર્શન દરમિયાન આ બેનરે ધ્યાન ખેંચ્યું હતું.
5/5
કૃષિ કાયદાના વિરોધમાં પ્રદેશ કૉંગ્રેસનું ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું. સત્યાગ્રહ છાવણીમાં રાજીવ સાતવ, અમિત ચાવડા અને હાર્દિક પટેલ હાજરીમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું. હાર્દિક પટેલે કહ્યું, ખેડૂતોના સન્માનમાં દરેક કોંગ્રેસી કાર્યકર લડતો રહેશે. અમે ખેડૂતોની સાથે છીએ.