પંજાબમાં રાજેવાલ જાણીતી હસતી છે. તેઓ 1990ના દાયકામાં ભારતીય કિસાન યુનિયનથી અલગ થયા હતા. પંજાબના કૃષિ ક્ષેત્ર પર તેમની ખૂબ જ મજબૂત પકડ છે અને તેમને આખા આંદોલનની પાછળનું દિમાગ કહી શકાય છે. કેન્દ્રીય મંત્રીઓની સાથે વાટાઘાટોમાં અગત્યનો રોલ નિભાવી રહ્યા છે.
2/4
ભારતીય કિસાન યુનિયનનું બંધારણ પણ બલબીર સિંહ રાજેવાલે લખ્યું હતું. તેમના સંગઠનનો પ્રભાવ લુધિયાણા અને તેની આસપાસના મધ્ય પંજાબના વિસ્તારમાં છે. રાજેવાલને પંજાબના સૌથી આખાબોલા ખેડૂત નેતા માનવામાં આવે છે. જે ખેડૂતોના મુદ્દા પર નેતૃત્વ કરનારા અને ખેડૂત પક્ષને રજૂ કરીને ખેડૂત આંદોલનનો ચહેરો બની ગયા છે.
3/4
રાજેવાલે ક્યારેય રાજકીય ચૂંટણી લડી નથી અથવા કોઈ પણ રાજકીય પદનો સ્વીકાર કર્યો નથી, આ કારણે તેમનો ખેડૂતો પર વધારે પ્રભાવ છે. વર્તમાનમાં ચાલી રહેલાં ખેડૂતોના પ્રદર્શનના ડિમાન્ડ ચાર્ટરનો મુસદ્દો તૈયાર કરવામાં તેમણે મહત્ત્વપૂર્ણ અગ્રણી ભૂમિકા નિભાવી છે.
4/4
ખેડૂત આંદોલનનો આજે 12મો દિવસ છે. આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખેડૂત આંદોલનના પાંચ નેતાઓએ મોદી સરકારના નાકે દમ લાવી દીધો છે. જેમાંથી એક બલબીર સિંહ રાજેવાલ છે. 77 વર્ષીય બલબીરસિંહ રાજેવાલ ભારતીય કિસાન યુનિયનના સંસ્થાપક નેતાઓમાંથી એક છે. બલબીર સિંહ પંજાબના ખન્ના જિલ્લાના રાજેવાલ ગામના છે અને 12 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે.