શોધખોળ કરો
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
જો તમે હાઈ બ્લડ પ્રેશરના શિકાર છો તો કૉફી વિશે તમને વિવિધ પ્રકારની સલાહ સાંભળવા મળતી હશે.

ચાલો આજે વાત કરીએ કે શું ખરેખર કૉફી બીપીને વધારી દે છે.
1/6

ચા જેમ કૉફી (coffee) પીવી પણ એક શોખ છે. ઘણા લોકોને દિવસમાં એક કે બે વાર કૉફી પીધા વગર ચેન નથી આવતું. કહેવાય છે કે સવારે શરૂ કરવા માટે ચાની જેમ કૉફી પણ એક જબરદસ્ત લોકપ્રિય વિકલ્પ છે. જોવામાં આવે તો હેલ્થ એક્સપર્ટ્સ સંતુલિત માત્રામાં કૉફી પીવા પર કોઈ સવાલ નથી ઉઠાવતા.
2/6

વાત ત્યારે બગડે છે જ્યારે તમે કૉફીના મોટા દીવાના બની જાઓ છો. ઘણા લોકો તો દિવસમાં દસ દસ કૉફી પી જાય છે. જોકે કૉફીનું મર્યાદિત સેવન ખરાબ નથી પરંતુ વાત ત્યારે બગડે છે જ્યારે તમે કોઈ બીમારીથી પીડિત છો. ખાસ કરીને જો તમે હાઈ બ્લડ પ્રેશર (high BP)ના શિકાર છો તો કૉફી વિશે તમને વિવિધ પ્રકારની સલાહ સાંભળવા મળતી હશે.
3/6

હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે મર્યાદિત માત્રામાં કૉફી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન નથી થતું. પરંતુ તેનાથી વધુ કપ તમારા બ્લડ પ્રેશરને હાઈ કરી શકે છે. ખરેખર તો કૉફીમાં કેફીન હોય છે અને જો તેનું વધુ સેવન કરવામાં આવે તો કેફીન શરીરમાં જઈને તમારા હાર્ટ રેટને વધારી દે છે.
4/6

હાર્ટ રેટ વધવાથી બ્લડ પ્રેશર આપોઆપ હાઈ થઈ જાય છે. એટલું જ નહીં જો તમે વધુ કૉફીનું સેવન કરો છો તો તેની અસર બ્લડ વેસલ્સ પર પણ પડે છે અને તમારું બીપી ઉપર નીચે થવા લાગે છે એટલે કે ફ્લક્ચુએટ થવા લાગે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે વધુ કૉફી પીવાથી ઊંઘ પર ખરાબ અસર પડે છે અને જો તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે તો તેની સીધી અસર તમારા બીપી પર પડે છે અને તે હાઈ થઈ જાય છે.
5/6

એવું નથી કે હાઈ બીપીવાળાઓએ કૉફીથી દૂરી બનાવી લેવી જોઈએ. તમે જો રોજ બે કપ કૉફી પીશો તો તેની તમારી બોડી પર સારી અસર થશે. મર્યાદિત માત્રામાં કૉફીના સેવનથી તમારી બ્લડ વેસલ્સ સારી રહે છે અને તેની તમારા દિલ પર પણ સારી અસર થાય છે અને બીપી પર પણ. તેની સાથે સાથે કૉફીમાં મળતા એન્ટિઓક્સિડન્ટ્સ પણ બ્લડ વેસલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
6/6

જો તમે મર્યાદિત માત્રામાં કૉફી પીશો તો તમને ઊંઘ પણ સારી અને ઊંડી આવશે. બીજી ખાસ વાત, જો તમે દૂધની કૉફીને બદલે બ્લેક કૉફી પીશો તો તમારા મૂડને પણ તેનાથી ફાયદો થશે અને તમારું બીપી સંતુલિત રહેશે. ડૉક્ટરો કહે છે કે જો બીપીના દર્દીઓ એક કે બે કપ કૉફી રોજ પીએ છે તો આટલી કૉફી તેમને નુકસાન નહીં કરે.
Published at : 01 Jul 2024 07:48 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
