શોધખોળ કરો
Reusing Cooking oil: શું તમે પણ વપરાયેલ તેલનો ફરીથી ઉપયોગ કરો છો? જાણો તેના ગેરફાયદા વિશે

પ્રતિકાત્મક તસવીર
1/7

જ્યારે રાંધ્યા પછી તેલ રહે છે, ત્યારે ઘણા લોકો તેને બાજુ પર રાખે છે. જેથી તમે તેનો ફરીથી ઉપયોગ કરી શકો. પરંતુ શું તમે જાણો છો કે એકવાર તેલનો ઉપયોગ કર્યા પછી જો તમે તેનો ફરીથી ઉપયોગ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. હા, તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરવાથી તમને ઘણી બીમારીઓ થવાનો ડર રહે છે. આવો જાણીએ આ વિશે- (ફોટો - ફ્રીપિક)
2/7

બચેલા તેલના ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. તેથી એકવાર તેલનો ઉપયોગ કર્યા પછી ફરીથી તેનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો. (ફોટો - ફ્રીપીક)
3/7

બચેલા તેલનો ઉપયોગ ખોરાકના પોષક મૂલ્યમાં ઘટાડો કરે છે. આ સાથે તેલમાં રહેલા પોષક તત્વો પણ નાશ પામે છે. (ફોટો - ફ્રીપીક)
4/7

તેલનો ફરીથી ઉપયોગ કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. તેમજ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. (ફોટો - ફ્રીપીક)
5/7

ઘણા આરોગ્ય નિષ્ણાતો માને છે કે તેલનો વારંવાર ઉપયોગ તેને ઝેરી બનાવી શકે છે. આવી સ્થિતિમાં તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. (ફોટો - ફ્રીપીક)
6/7

બચેલા તેલનો ઉપયોગ પાચનતંત્રને ખરાબ કરી શકે છે. તેનાથી પેટમાં દુખાવો, અપચો, ખેંચાણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. (ફોટો - ફ્રીપીક)
7/7

તેલનો ફરીથી ઉપયોગ કરવાથી ફ્રી-રેડિકલ્સનું પ્રમાણ વધવા લાગે છે, જેના કારણે શરીરમાં સોજો, દુખાવો જેવી સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે. (ફોટો - ફ્રીપીક)
Published at : 25 May 2022 06:26 AM (IST)
આગળ જુઓ
Advertisement