કોરોનાની મહામારીમાં લોકોને ઇમ્યુનિટીનું મહત્વ સમજાયું. કોરોના બાદથી લોકો રોગ પ્રતિકારકશક્તિને લઇને વધુ સજાગ થયા છે. જો આ આઠ ટિપ્સને અપનાવવામાં આવે તો બહુ સરળતાથી રોગપ્રતિકારક શક્તિને વધારી શકાય છે.
2/8
ઓલિવ ઓઇલ અને સેલ્મનમાં મોજૂદ હેલ્ધી ફેટ શરીરની ઇમ્યૂન રિસ્પોન્સને વધારે છે. ઓલિવ ઓઇલમાં એન્ટી-ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જે હાર્ટ સંબંધિત બીમારી અને ડાયાબિટિસ ટાઇપ-2ના ખતરાને ઓછો કરે છે અને વાયરસ સામે લડવામાં મદદરૂપ થાય છે
3/8
સતત તણાવ પણ ઇમ્યુનિટિને ઓછી કરે છે. લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી ઇમ્યુન સેલની કાર્યક્ષમતા પર વિપરિત પ્રભાવ પડે છે. તેના કારણે ઇમ્ફ્લેમેશન વધે છે. તણાવને દૂર કરવા માટે મેડિટેશન, યોગ પણ એક સારો ઇલાજ છે. તણાવને દૂર કરવા માટે રીડીંગની આદત પણ કેળવી શકાય.
4/8
ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે આહાર જેટલું એક્સરસાઇઝનું પણ મહત્વ છે. નિયમિત એક કલાક યોગ અને એકસરસાઇઝ માટે ફાળવો એક આદર્શ સ્થિતિ છે. વોકિંગ પણ બેસ્ટ એક્સરસાઇઝ છે. સાઇક્લિંગ, જોગિંગ પણ ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
5/8
પુરતું પાણી પીવું પણ અનિવાર્ય શરત છે. પુરતું પાણી પીવાથી કિડની લિવર ફિટ રહે છે. શરીરને પણ હાઇડ્રેટ રાખવા માટે પણ પાણી પીવું જરૂરી છે. પુરતુ પાણી પીવાથી શરીર કુદરતી રીતે સાફ રહે છે અને બીમારીઓથી બચી શકાય છે.
6/8
રિસર્ચના તારણો છે કે,એડેડ શુગર અને કાર્બ્સથી શરીરનું વજન વધે છે. વજન વધવાથી હાર્ટ સંબંધિત બીમારી અને ડાયાબિટીસની સમસ્યા પણ થઇ શકે છે. જેનાથી ઇમ્યુનિટી ડાઉન થાય છે તો શરીરમાં શુગર લેવલ કન્ટ્રોલ રાખવું જરૂરી છે.
7/8
ફળ, શાકભાજી, નટ, સૂકામેવા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તે શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે લડે છે. જેના કારણે કોશિકા સુરક્ષિત રહે છે. પ્લાન્ટ ફૂડસમાં વિટામીન સી પણ ભરપૂર હોય છે. જે શરદી કફની સમસ્યાને જલ્દી ઠીક કરી દે છે.
8/8
ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે 8 કલાકની ઊંઘ જરૂરી છે. પુરતી ઊંઘ લેવાથી કુદરતી રીતે ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે.