શોધખોળ કરો
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
શાળા-કૉલેજમાં એડમિશન લેવાથી લઈને અનેક સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તમારે આધાર કાર્ડની જરૂર છે
(તસવીર- એબીપી લાઇવ)
1/8

Aadhaar Card Update Rules: જો આધાર કાર્ડમાં એકથી વધુ માહિતી ખોટી છે. તો શું આપણે તેમને એકસાથે સુધારો કરી શકીએ છીએ ? એટલે કે આધાર કાર્ડમાં આપણે એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકાય છે. અહીં જાણો તેના વિશે...
2/8

ભારતમાં રહેવા માટે લોકો માટે કેટલાક ડૉક્યૂમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે. લોકોને અલગ-અલગ પ્રસંગોએ અલગ-અલગ હેતુઓ માટે આ ડૉક્યૂમેન્ટની જરૂર પડે છે. તેમના વિના ઘણા કાર્યો અટકી જાય છે.
3/8

જો આ ડૉક્યૂમેન્ટ વિશે વાત કરીએ તો, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર કાર્ડ અને આધાર કાર્ડ જેવા મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ સામેલ છે. આમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું દસ્તાવેજ આધાર કાર્ડ છે.
4/8

ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે. શાળા-કૉલેજમાં એડમિશન લેવાથી લઈને અનેક સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તમારે આધાર કાર્ડની જરૂર છે.
5/8

આધાર કાર્ડ બનાવતી વખતે ઘણા લોકો કેટલીક ખોટી માહિતી દાખલ કરે છે. જેમાં જન્મતારીખ, નામનો સ્પેલિંગ, ઉંમર વગેરે જેવી કેટલીક બાબતો ખોટી પડે છે. જો કે, UIDAI તમને તેમને પછીથી અપડેટ કરવાની તક આપે છે.
6/8

આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે તમારે એક નિશ્ચિત ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત તમારે સાચી માહિતી સંબંધિત માન્ય સહાયક દસ્તાવેજો પણ અપલૉડ કરવા પડશે. તે પછી જ અપડેટ પ્રક્રિયા પૂર્ણ થાય છે.
7/8

આ પ્રશ્ન પણ ઘણા લોકોના મનમાં આવે છે. જો આધાર કાર્ડમાં એકથી વધુ માહિતી ખોટી છે. તો શું આપણે તેમને સાથે મળીને સુધારી શકીએ? એટલે કે આધાર કાર્ડમાં એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકાય છે.
8/8

તો અમે તમને જણાવી દઈએ કે UIDAIએ આ અંગે કોઈ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો નથી. આધાર કાર્ડનો ઉપયોગ કરનાર કોઈપણ નાગરિક ઈચ્છે તો એક સાથે તમામ માહિતી અપડેટ કરી શકે છે. આ માટે કોઈ અલગથી ફી ભરવાની રહેશે નહીં.
Published at : 26 Dec 2024 11:44 AM (IST)
આગળ જુઓ





















