શોધખોળ કરો
Advertisement

Mamata Banerjee Birthday: શું આપ જાણો છો, મમતા બેનર્જી કેમ હંમેશા સેફદ સાડી અને હવાઇ સ્લિપરમાં જ જોવા મળે છે

હેપ્પી બર્થ ડે મમતા દીદી
1/6

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની ઓળખ એક દમદાર મહિલા નેતા તરીકે થાય છે. તે એક રાજ નેતા હોવાની સાથે લેખિકા અને કવયિત્રી અને એક સારી પેઇન્ટર પણ છે. જાણીએ તેના વિશેની કેટલીક રોચક વાતો.
2/6

સફેદ સાડી અને સ્લિપરમાં સજ્જ મમતા બેનર્જીની સાદગી જ તેની ઓળખ છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં જ તેમણે રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તે માત્ર 17 વર્ષની હતી ત્યારે તેના પિતા પ્રોમિલેશ્વરનું નિધન થઇ ગયું.
3/6

મમતા બેનર્જીએ રાજનિતા સાથે અભ્યાસ પણ ચાલું રાખ્યો તેમણે બીએ બાદ ઇસ્લામિક હિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે એલ.એલ,બી કર્યું. 1984માં તે કમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા સોમનાથ ચેટર્જીને હરાવીને સાંસદ બની
4/6

મમતા બેનર્જીએ લગ્ન નથી કર્યાં તેમના 6 ભાઇઓ છે. તેમના ભાઇનો બાળકો છે. હજુ સુધી માત્ર ભત્રીજો અભિષેકનું નામ સામે આવ્યું છે. જે મમતાનો રાજનૈતિક ઉતરાધિકારી માનવામાં આવે છે.
5/6

મમતા બેનર્જી માત્ર સફેદ સાડી અને હવાઈ ચપ્પલમાં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે મમતા માત્ર આવા કપડામાં જ કેમ હોય છે? મમતા બેનર્જીએ બાળપણમાં પિતાના ગુજરી ગયા બાદ આર્થિક સંકટ જોયુ હતું, તેથી તેઓ પૈસાનું મહત્વ જાણે છે. રિપોર્ટ્સ અનુસાર, મમતા પાસે જરૂરિયાત મુજબ કપડાં છે. તે વધારે કપડા સંગ્રહ કરવામાં માનતી નથી અને સાદું જીવન જીવે છે.
6/6

બંગાળના સીએમ મમતા બેનર્જીનું ઘર તેમના સાદા જીવનનું પ્રતિક છે. દક્ષિણ કોલકાતાની હરીશ ચેટર્જી સ્ટ્રીટ પર તેમનું પૈતૃક નિવાસ છે, જ્યાં ભારે વરસાદ દરમિયાન પૂર આવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે તેમના ઘરે ગયા ત્યારે તેમની સાદગી જોઈને તેઓ દંગ રહી ગયા હતા. ત્યારે મમતા બેનર્જી કેન્દ્રીય રેલવે મંત્રી હતા.
Published at : 05 Jan 2022 01:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
