શોધખોળ કરો
Health Tips: લગ્નમાં દાબીને ખાધું છે? એસિડિટીથી બચવું હોય તો આ 5 કામ કરી લેજો, પેટ રહેશે સાફ
હાર્ટબર્ન અને અપચાથી બચવા શું કરવું? ડોક્ટરોની સલાહ માનો, સોડા પીવાનું ટાળો અને ચાવીને ખાવાની આદત પાડો.
હાલમાં લગ્નસરા (Wedding Season) પૂરજોશમાં ચાલી રહી છે. લગ્નમાં જમણવારનો આનંદ માણવો દરેકને ગમે છે, પરંતુ ઘણીવાર વધુ પડતું ખાવું (Overeating) સ્વાસ્થ્ય માટે મુસીબત બની જાય છે. તીખું-તળેલું અને વિવિધ પ્રકારનું ભોજન લેવાથી હાર્ટબર્ન (Heartburn), અપચો (Indigestion) અને એસિડિટી (Acidity) જેવી સમસ્યાઓ સતાવે છે. જો તમે પણ લગ્નની મોજ માણવા માંગતા હો અને પેટની તકલીફોથી બચવા માંગતા હો, તો ડોક્ટરો દ્વારા સૂચવવામાં આવેલી આ સરળ ટિપ્સ ચોક્કસ અનુસરો.
1/6

લગ્નમાં જાતજાતની વાનગીઓ અને સ્વાદિષ્ટ પકવાનો જોઈને જીભ પર કાબૂ રાખવો મુશ્કેલ બની જાય છે. સ્વાદના ચક્કરમાં લોકો પોતાની પાચનશક્તિ કરતા વધારે જમી લેતા હોય છે. પરિણામે, છાતીમાં બળતરા થવી, પેટ ભારે લાગવું અને ગેસ જેવી ફરિયાદો સામાન્ય બની જાય છે. ડોક્ટરોનું માનવું છે કે થોડી સાવચેતી રાખવામાં આવે તો આ સમસ્યાઓથી સરળતાથી બચી શકાય છે.
2/6

1. ધીમે-ધીમે અને ચાવીને ખાવાની આદત પાડો ડોક્ટરોની સૌથી મહત્વની સલાહ એ છે કે લગ્ન કે પાર્ટીમાં ઉતાવળે જમવું નહીં. દરેક કોળિયો ધીમે ધીમે અને સારી રીતે ચાવીને (Chew Well) ખાવો જોઈએ. જ્યારે તમે ખોરાક ચાવો છો ત્યારે લાળ તેમાં ભળે છે, જે પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે. આમ કરવાથી પેટ પર લોડ ઓછો આવે છે અને હાર્ટબર્નની શક્યતા ઘટી જાય છે.
Published at : 21 Dec 2025 08:29 PM (IST)
આગળ જુઓ
Advertisement





















