સામાન્ય રીતે દરેક હેલ્થ એક્સર્ટ રાત્રે હળવા ભોજનની જ સલાહ આવે છે. જેને આયુર્વૈદ પણ માને છે. હેવી અને અનડાયજેસ્ટ ફૂડ લેવાથી સ્વાસ્થ્ય સંબંધ સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી આયુર્વૈદ અનુસાર રાત્રે આ ફૂડનું સેવન ભૂલથી પણ ન કરવું જોઇએ.
2/6
ઘઉં ભારે ખોરાક છે. રાત્રિના સમયે ઘઉંની કોઇ પણ આઇટમ લેવાનું ટાળવું જોઇએ. ઘઉં પચવા માટે લાંબો સમય લે છે. આ જ કારણ છે કે, રાત્રિના ડાયટ પ્લાનમાંથી ઘઉંની બાદબાકી કરી દેવી.
3/6
ક્યારેય પણ રાત્રિના સમયે દહીંનું સેવન ન કરવું જોઇએ. રાત્રે દહીંનું સેવન કફ પિત્તને વધારે છે.
4/6
રફાઇન્ડ લોટ એટલે કે મેંદાનું સેવન પણ ક્યારે રાત્રે ન કરવું જોઇએ. મેંદો પચવામાં ખૂબ મુશ્કેલ હોય છે.
5/6
મીઠાઇ, ચોકલેટ વગેરે મીઠા પદાર્થને પણ રાત્રે ન ખાવા જોઇએ કારણ કે મીઠી વસ્તુઓ ભારે હોય છે અને તેને પચવામાં પણ બહુ સમય લાગે છે.
6/6
આયુર્વેદ રાત્રે કાચુ સલાડ ન ખાવાની સલાહ આપે છે. રાત્રે સલાડ ખાવાથી વાત અનેક ગણું વધી જાય છે. કાચુ સલાડ લેવાની બદલે આપ વેજિટેબલ બાફીને કે સૂપ કરીને કે ગ્રીલ કરીને લઇ શકો છો.