શોધખોળ કરો
ATM કાર્ડ ખોવાઈ જાય તો અપનાવો આ રીત, ખાતામાં સુરક્ષિત રહેશે તમારા રૂપિયા
દુનિયામાં ટેક્નોલોજી વધવાની સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ વધ્યા છે.ATM કાર્ડ ગુમ થવા પર પૈસા સાથે જોડાયેલા ઘણા વ્યવહારો ખોટી રીતે થાય છે.જાણો ATM કાર્ડ ગુમ થવા પર તમે પૈસા કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો

એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો આ રીતે અનબ્લોક કરાવો
1/7

એટીએમ કાર્ડ હંમેશા સુરક્ષિત રાખવું જોઈએ. પરંતુ કોઈપણ સંજોગોમાં જ્યારે એટીએમ કાર્ડ ખોવાઈ જાય, તો તરત જ બ્લોક અથવા નિષ્ક્રિય કરવું જોઈએ.
2/7

જો ATM કાર્ડ બ્લોક ન હોય તો કોઈપણ તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. તેથી, જો એટીએમ ખોવાઈ જાય તો તેને બ્લોક કરવું સૌથી મહત્વપૂર્ણ છે.
3/7

જો ATM ગુમ થઈ જાય, તો તમે તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નિષ્ક્રિય કરી શકો છો. તેનાથી તમારા પૈસા સુરક્ષિત રહેશે.
4/7

જો ATM ગુમ થયા પછી તમે તમારા શહેરમાં હોવ તો તમે તમારી બ્રાન્ચમાં જઈને ATM બ્લોક પણ કરી શકો છો. આ માટે તમારે ત્યાં એક એપ્લિકેશન લખવાની રહેશે, જેમાં તમારો એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર અને હસ્તાક્ષર હશે.
5/7

જો કે, જો ATM ગુમ થયા પછી તમે દૂર હોવ તો તમે તેને કૉલ કરીને પણ બ્લોક કરી શકો છો. આ માટે તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી તમારી બેંકના ટોલ ફ્રી નંબર પર કોલ કરવાનો રહેશે.
6/7

આ સિવાય તમે ઓનલાઈન પણ બ્લોક કરી શકો છો. આ માટે તમારે બેંકની ઓફિશિયલ વેબસાઇટ અથવા એપ પર જવું પડશે. નેટ બેન્કિંગ પોર્ટલમાં લોગ ઇન કર્યા પછી, કાર્ડધારક “ATM કાર્ડ બ્લોક” પર ક્લિક કરીને, જરૂરી પગલાંઓ અનુસરીને તેનું ATM કાર્ડ બ્લોક કરી શકે છે.
7/7

ATM કાર્ડને અનબ્લોક કરવા માટે તમારે બ્રાન્ચમાં જવું પડશે. ઘણી વખત બેંક એટીએમ કાર્ડને અનબ્લૉક કરે છે, નહીં તો તમારે નવા એટીએમ કાર્ડ માટે અરજી કરવી પડી શકે છે.
Published at : 04 Feb 2024 09:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
