શોધખોળ કરો
EPFO Update: EPFO ખાતાધારકો ધ્યાન આપો! હવે તમે UAN નંબર વગર પણ PFમાંથી પૈસા ઉપાડી શકશો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
EPFO News: દરેક નોકરી કરતા વ્યક્તિના પગારનો એક ભાગ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ખાતામાં જમા થાય છે. જો જરૂરી હોય તો તમે આ રકમ ઉપાડી પણ શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/6

EPFO News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પીએફ ખાતા ધારકોને યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે UAN નંબર આપે છે. આ નંબર દ્વારા, તમે પીએફ બેલેન્સ અને ફંડ ઉપાડની માહિતી મેળવી શકો છો.
2/6

તમે પીએફના નાણાંનો ઉપયોગ પુત્રીના લગ્ન, તબીબી ખર્ચ વગેરે જેવી કટોકટીની પરિસ્થિતિઓ માટે કરી શકો છો.
3/6

સામાન્ય રીતે મોટાભાગના કર્મચારીઓ પાસે તેમનો UAN નંબર હોય છે, પરંતુ એકવાર કંપની બંધ થઈ જાય પછી કેટલાક લોકો પાસે આ નંબર નથી હોતો.
4/6

જો તમારી પાસે UAN નંબર પણ નથી તો ચિંતા કરવાની જરૂર નથી. પીએફ બેલેન્સ જાણવા માટે, તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-229014016 પર મિસ્ડ કોલ આપીને પીએફ બેલેન્સ ચેક કરી શકો છો.
5/6

UAN નંબર વગર PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે તમારે સ્થાનિક પોસ્ટ ઓફિસ જવું પડશે. અહીં નોન-કમ્પોઝિટ ફોર્મ ભરવાનું રહેશે. આ પછી તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકશો.
6/6

પીએફ ખાતામાંથી ઓનલાઈન ઉપાડ કરવા માટે, તમારે UAN નંબર, પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબરની જરૂર પડશે. આ પછી જ તમે પૈસા ઉપાડી શકશો.
Published at : 11 Jan 2023 06:30 AM (IST)
આગળ જુઓ
Advertisement





















