શોધખોળ કરો
LIC Policy: બંધ થઇ ગઇ છે તમારી LIC પોલિસી ? જાણો ફરીથી ચાલુ કરવાની શું છે પ્રક્રિયા?
જો તમારી LIC પોલિસી લેપ્સ થઈ ગઈ હોય તો તમે તેને ફરીથી શરૂ કરી શકો છો. પ્રીમિયમની ચુકવણી ન થવાને કારણે પોલિસી લેપ્સ થઇ જાય છે. તેને ફરીથી શરૂ કરવા માટે વ્યાજની સાથે પેમેન્ટ પણ કરવું પડશે.

પ્રતિકાત્મક તસવીર
1/7

LIC Lapsed Policy: જો તમારી LIC પોલિસી લેપ્સ થઈ ગઈ હોય તો તમે તેને ફરીથી શરૂ કરી શકો છો. પ્રીમિયમની ચુકવણી ન થવાને કારણે પોલિસી લેપ્સ થઇ જાય છે. તેને ફરીથી શરૂ કરવા માટે વ્યાજની સાથે પેમેન્ટ પણ કરવું પડશે.
2/7

ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ ખાસ ઝૂંબેશ શરૂ કરી છે. આ ઝૂંબેશ લેપ્સ પોલિસીને ફરીથી શરૂ કરવા માટે લાવવામાં આવી છે. એલઆઈસીએ 31મી ઓગસ્ટે આ ઝૂંબેશની જાણકારી આપી હતી અને તે 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે.
3/7

ઝૂંબેશ અંતર્ગત પોલિસીને ફરીથી રજૂ કરવામાં આવી રહી છે. આ હેઠળ તમે તમારા વીમા પ્રીમિયમને વ્યાજ સાથે અમુક ડિસ્કાઉન્ટ સાથે ચૂકવી શકો છો.
4/7

એલઆઈસીએ કહ્યું છે કે વીમાધારકે તેના પરિવારની સુરક્ષા માટે હંમેશા પોલિસીને એક્ટિવ રાખવી જોઈએ.
5/7

જ્યારે પ્રીમિયમ નિર્ધારિત સમયની અંદર ચૂકવવામાં ન આવે ત્યારે વીમા પોલિસી એક્સપાયર થઇ જાય છે. આ પછી પોલિસી લેપ્સ થઈ જાય છે. જો કે, જીવન વીમા નિગમને સતત વીમાપાત્રતાના પુરાવા સાથે સમયાંતરે વ્યાજ સહિત તમામ પ્રીમિયમ લેણાંની ચૂકવણી પર યોજનાની શરતો અનુસાર લેપ્સ પોલિસી ફરીથી શરૂ થઇ જાય છે.
6/7

લેપ્સ્ડ પોલિસી પર કન્સેશન વિશે વાત કરતાં જો પોલિસીધારકે ઓછામાં ઓછા 3 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવ્યું હોય અને પછીથી પ્રીમિયમ ભરવાનું બંધ કરી દે અને વીમાધારકનું છ મહિનાની અંદર મૃત્યુ થાય તો કપાત પછી પોલિસીની રકમ સંપૂર્ણપણે ચૂકવણી કરવામાં આવશે.
7/7

જ્યારે પ્રીમિયમ 5 વર્ષ માટે ચૂકવવામાં આવ્યે છે અને પછીથી બંધ કરી દેવામાં આવે તો પોલિસી ધારક 12 મહિનાની અંદર મૃત્યુ પામે છે તો પોલિસીની તમામ રૂપિયા પરત ચૂકવવામાં આવશે. તમે WhatsApp નંબર 8976862090 પર 'Hi' ટાઈપ કરીને LICના 11 વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.
Published at : 06 Sep 2023 12:48 PM (IST)
આગળ જુઓ
Advertisement