શોધખોળ કરો
UPI યુઝર્સ માટે મોટા સમાચાર: ૩૦ જૂનથી બદલાઈ જશે પેમેન્ટની રીત, જાણો તમને શું થશે લાભ
NPCI નો મોટો નિર્ણય: ડિજિટલ પેમેન્ટ થશે વધુ સુરક્ષિત, P2P અને P2M વ્યવહારોને લાગુ પડશે નવો નિયમ, જાણો સંપૂર્ણ ફાયદા.
New UPI guidelines: ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI વ્યવહારો માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમો ૩૦ જૂન, ૨૦૨૫ થી અમલમાં આવશે, જેનાથી UPI ટ્રાન્ઝેક્શનની પદ્ધતિમાં મોટો બદલાવ આવશે અને યુઝર્સને છેતરપિંડીથી બચવામાં મદદ મળશે.
1/6

ભારતમાં ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવવાના હેતુથી, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI વ્યવહારો માટે મહત્વપૂર્ણ નવા નિયમો જારી કર્યા છે. આ નિયમો આગામી ૩૦ જૂન, ૨૦૨૫ થી અમલમાં આવશે, જેના પરિણામે UPI ટ્રાન્ઝેક્શનની સમગ્ર પદ્ધતિમાં ફેરફાર જોવા મળશે. આ બદલાવથી યુઝર્સને ઓનલાઈન છેતરપિંડીથી બચવામાં મદદ મળશે અને ડિજિટલ પેમેન્ટ પર તેમનો વિશ્વાસ વધશે.
2/6

અત્યાર સુધી, જ્યારે આપણે UPI દ્વારા કોઈને ચુકવણી કરીએ છીએ, ત્યારે મોબાઈલ એપ પર એ જ નામ દેખાય છે જે આપણે આપણા ફોનમાં સેવ કર્યું હોય છે. આના કારણે ક્યારેક છેતરપિંડીની શક્યતા વધી જતી હતી, કારણ કે સ્કેમર્સ નકલી નામો અથવા ફોટાનો ઉપયોગ કરીને લોકોને છેતરી શકતા હતા. પરંતુ હવે આવું નહીં થાય.
Published at : 26 May 2025 08:49 PM (IST)
આગળ જુઓ





















