જાપાનમાં 3 વર્ષ પહેલા વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયેલા જયેશ પટેલ નામનો યુવાન ટીવી અન બ્રેનસ્ટ્રોક (ટ્યુબરકોલોસીસ)ની અતિ ગંભીર બીમારીને કારણે છેલ્લા સાત મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે. જયેશ ગુજરાતના મુળ જોટાણા તાલુકાના ભેસાણ ગામનો છે. હવે આ ખર્ચાળ સારવાર અને આ જ સ્થિતિમાં તેને ભારત લાવવા 1.25 કરોડનો ખર્ચ થાય તેમ છે. પણ આ ખર્ચ પરિવાર ઉઠાવી શકે તેમ નથી તેથી ભાઈએ મદદ માટે લોકોને અપીલ કરી છે. સરદાર ધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ પણ યથાશક્તિ મદદની અપીલ કરી છે.
2/3
જયેશ હરિભાઇ પટેલના ગુજરાતમાં વસતા પરિવારે ભારતીય એમ્બેસી સુધી મદદ માગી છે. જયેશ વર્ષ 2018માં જાપાન નોકરી માટે ગયો હતો. તેની પત્ની પ્રેગ્નન્સી હોઈ હાલમાં ભારતમાં છે. જયેશને ટીબી થયા બાદ બ્રેનસ્ટ્રોક આવતા દાખલ કરાયો હતો. તેના પિતા હરિભાઈ નિવૃત્ત શિક્ષક છે અને તેઓ 20 દિવસથી જાપાનમાં છે. જાપાનની હોસ્પિટલે તેને ભારત લઈ જવા અને અન્ય ટ્રીટમેન્ટનો ખર્ચ 1.25 કરોડ રૂપિયા કહ્યો છે. પરિવાર માટે આ રકમ અશક્ય હોય મોટાભાઈ હાર્દિકે મદદ માટે અપીલ કરી છે. હાર્દિક હરિભાઇ પટેલને પેટીએમથી 99980 88824 નંબર ઉપર મદદ કરી શકાય છે. સાયન્સ સિટી અમદાવાદ બ્રાન્ચ, સેવિંગ એકાઉન્ટ IFSC : YESB0000650, A/C 06509020 0000018 ઉપર મદદ કરવા અપીલ કરી છે.
3/3
જયેશને ભારત લાવવા હોસ્પિટલનો સંપર્ક સાધતાં હોસ્પિટલે ફિટ ટૂ ફલાઇનું સર્ટિફિકેટ આપવાની મનાઈ કરી દેતાં તેને પ્રાઇવેટ એર એમ્બ્યુલન્સમાં પરત લાવવો પડે તેમ છે. જેમાં દોઢ કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ હોઇ પરિવારજનોએ લોકા માટે મદદ માગી છે. 33 વર્ષિય જયેશ પટેલની જાપાનમાં હાલત બગડતાં વતનમાં રહેલી તેની પત્ની જલ્પા પટેલ તેમજ બે દીકરીઓ વૃત્તિ 7 વર્ષ અને હેત્વી 6 માસની આંખો વાત સાંભળતાં જ છલકાઇ જાય છે.