શોધખોળ કરો
આગામી 3 કલાક માટે વરસાદનું એલર્ટ: દેવભૂમિ દ્વારકા, કચ્છ અને જામનગરમાં વાવાઝોડા વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, કચ્છ અને જામનગર જિલ્લાઓમાં હળવા વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ (5-15 મીમી/કલાક) થવાની સંભાવના છે.
1/5

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ સપાટીના પવનો 40 કિમી/કલાકથી ઓછી ઝડપે ફૂંકાશે. જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય મુખ્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા ઓછી છે અને વીજળી પડવાની સંભાવના 30% થી પણ ઓછી છે. આ આગાહી મુખ્યત્વે દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો પર કેન્દ્રિત છે.
2/5

હવામાન વિભાગના બુલેટિન મુજબ, આગામી 3 કલાક માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. આ દરમિયાન મુખ્યત્વે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
Published at : 29 Sep 2025 07:42 PM (IST)
આગળ જુઓ





















