શોધખોળ કરો
માતાની નિવૃત્તિના છેલ્લા દિવસને પુત્રએ આ રીતે બનાવ્યો યાદગાર, આખું ગામ જોતું રહી ગયું
માતાની નિવૃત્તિ પર તાપડા ગામ પહોંચેલા યોગેશે માતાને હેલિકોપ્ટર દ્વારા શાળાથી ઘરે લાવવા માટે જિલ્લા વહીવટીતંત્રની વિશેષ પરવાનગી લીધી હતી અને ત્યારબાદ એક વિશેષ હેલિકોપ્ટર સ્થળ પર પહોંચ્યું હતું.
માતાની નિવૃત્તિને પુત્રએ યાદગાર બનાવી
1/4

રાજસ્થાનના અજમેરમાં શનિવારે એક શાળાના શિક્ષકને નિવૃત્તિ પર આવી ભેટ મળી, જેની ચર્ચા માત્ર શાળામાં જ નહીં પરંતુ આસપાસના ઘણા ગામોમાં પણ થઈ રહી છે. આ સ્કૂલ ટીચરનું નામ સુશીલા ચૌહાણ છે. 33 વર્ષ શિક્ષક તરીકે નોકરી કર્યા પછી સુશીલાએ પિસાંગનની કેસરપુરા હાઇસ્કૂલમાંથી નિવૃત્તિ લીધી. (તસવીર સૌજન્યઃ ANI)
2/4

માતાની નિવૃત્તિને યાદગાર બનાવવા તેમના પુત્ર યોગેશ ચૌહાણે તેમને હેલિકોપ્ટર પ્રવાસની ભેટ આપી હતી. યોગેશ વ્યવસાયે એન્જિનિયર છે અને હાલ અમેરિકામાં નોકરી કરે છે. (તસવીર સૌજન્યઃ ANI)
Published at : 31 Jul 2022 08:50 AM (IST)
આગળ જુઓ




















