ઉત્તરભારતમાં બરફ વર્ષાની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં સ્નોફોલ જોવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બર-જાન્યુઆરીનો હોય છે. ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર સિત અનેક જગ્યાએ સ્નોફોલ માણી શકાય છે.
2/7
મનાલી હિમાચલ પ્રદેશઃ મનાલીમાં સિઝનની પ્રથમ બરફ વર્ષા થઈ થઈ છે. જાન્યુઆરી આવતાં સમગ્ર શહેર બરફની ચાદરથી ઢંકાઈ જાય છે.
3/7
અલ્મોડા, ઉત્તરાખંડઃ અલ્મોડા ઉત્તરાખંડનું જાણીતું ટૂરિસ્ટ સ્પોટ છે. અહીં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સ્નોફોલ થાય છે.
4/7
ગુલમર્ગ, જમ્મુ-કાશ્મીરઃ ગુલમર્ગનો નજારો ડિસેમ્બર મહિનામાં ટૂરિસ્ટને મંત્રમુગ્ધ કરી દે છે. અહીંયા સ્નોફોલ ઉપરાંત સ્કીઇંગ અને કેબલ કાર રાઇડિંગની મજા લઈ શકાય છે.
5/7
ધનોલ્ટી, ઉત્તરાખંડઃ ટિહરી ગઢવાલ જિલલામાં આવેલું ધનોલ્ટી શ્રેષ્ઠ હિલસ્ટેશન છે. અહીંયા તમે સ્કીઈંગનો આનંદ લઈ શકો છો. ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે અહીં સ્નોફોલ થાય છે.
6/7
ઔલી, ઉત્તરાખંડઃ ઔલીને ભારતનું મિની સ્વિત્ઝર્લેન્ડ કહેવાય છે. નવેમ્બરથી માર્ચ સુધી ટૂરિસ્ટની ભીડ રહે છે. ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન સ્નોફોલ થાય છે. ઔલીમાં સફરજનના બગીચા પણ જોઈ શકો છો.