તેઓ નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદાના રહેવાસી છે. 62 વર્ષીય આરસીપી સિંહ 1998થી નીતિશ કુમાર સાથે છે. તેઓ યુપી કેડરના IAS અધિકારી છે. 1996માં તેઓ કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માના અંગત સચિવ હતા. તે સમયે નીતિશ કુમાર વાજપેયી સરકારમાં મંત્રી બન્યા હતા. વર્ષ 1998માં જ્યારે નીતિશ કુમાર કેન્દ્ર સરકારમાં રેલ મંત્રી બન્યા ત્યારે આરપી સિંહને અંગત સચિવ બનાવ્યા.
2/5
આરસીપી સિંહનો જન્મ 6 જુલાઈ 1958ના રોજ થયો છે. તેમના પત્નીનું નામ ગિરિજા દેવી છે અને સંતાનમાં બે દીકરીઓ છે. એક પુત્રી લિપિ સિંહ 2016 બેચની આઈપીએસ છે.
3/5
રામચંદ્ર પ્રસાદ સિંહનું જાહેર જીવનમાં લોકપ્રિય નામ આરસીપી સિંહ છે. તેઓ આરજેડીના રાજ્યસભા સાંસદ છે. તેમણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
4/5
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રવિવારે જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પોતાના ઉત્તરાધિકારી તરીકે રાજ્યસભા સભ્ય આરસીપી સિંહના નામની જાહેરાત કરી હતી. આરસીપી સિંહની ગણતરી JDUમાં નંબર નેતા તરીકે થાય છે. નીતીશ કુમારના અનેક મહત્વના ફેંસલામાં આરસીપી સિંહની મહત્વની ભૂમિકા રહી છે.
5/5
જે બાદ તેઓ સતત નીતિશ કુમારની સાથે રહ્યા અને પ્રધાન સચિવ તરીકે કામ કરતાં રહ્યા. 2010માં તેમણે વીઆરએસ લઈ લીધું હતું. જે બાદ નીતિશ કુમારે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા.