શોધખોળ કરો
કોરોનાની વેક્સિન લગાવ્યાં બાદ આ લક્ષણ દેખાય તો ખતરાના સંકેત, સરકારે કર્યાં સચેત, જાણો શું છે વિગત

પ્રતીકાત્મક તસવીર
1/4

બ્રિટનની એસ્ટ્રેજેનેકાની ઓક્સફોર્ડની વેક્સિનથી બ્લડ ક્લોટિંગની સાઇડ ઇફેક્ટ જોવા મળી હતી.તેનો પ્રભાવ ભારતની કોવિશીલ્ડ વેક્સિન પર પડ્યો છે. સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે હેલ્થ કેર અને વેક્સિન લેનાર માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. એડવાાઇઝરીમાં વેક્સિનેટે 20 દિવસમાં થ્રોમ્બેસિસ એટલે બ્લડ ક્લોટિંગના લક્ષણો ઓળખવાની સલાહ આપી છે. જો કોઇ લક્ષણ જોવા મળે તો વેક્સિન સેન્ટર પર લખાવવા સૂચન કર્યું છે.
2/4

એડવાઇઝરીમાં લોકોને સલાહ અપાઇ છે. જો કોવિશીલ્ડ વેક્સિન લીધા બાદ આપને અસહ્ય માથામાં દુખાવો થાય. સૂજન, ઉલ્ટી, પેટમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા ગંભીર લક્ષણો દેખાય તો આ મુદે વેક્સિનેટ સેન્ટરમાં રિપોર્ટ ચોક્કસ કરાવવો.
3/4

ઇંજેકશનના સાઇડ ઇફેક્ટ સિવાય શરીરના કોઇ ભાગમાં લાલ રંગના ધબ્બા જોવા મળે તો સચેત થઇ જવું. જો આપને માઇગ્રેઇનની સમસ્યા હોય ઉલ્ટીની સાથે કે ઉલ્ટી વિના સતત માથામાં દુખાવો થતો હોય તો વેક્સિન સેન્ટર પર તેની જાણ કરવી.
4/4

વેક્સિન લીધા બાદ શરીરનું કોઇ અંગ કામ કરતું બંધ થઇ જાય.આંખમાં ધૂંધણળું દેખાય. સતત વોમિટ થવી, મૂડ સ્વિંગ થવો, ડિપ્રેશન અનુભવાય તો આ મામલે હેલ્થ વર્કર અથવા વેકિસન સેન્ટરમાં જાણ કરવી. ભારતમા કોવિશીલ્ડ વેક્સિનની દર 10 લાખ ડોઝ પર 0.6 ટકા કેસમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા જોવા મળી છે.
Published at : 18 May 2021 11:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
