Coronavirus: વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં લાખો લોકોના મોત થઇ ગયા છે. વધતા સંક્રમણના કારણે કોરોનાને લઇને અનેક રિસર્ચ થઇ રહ્યાં છે અને તેના તારણો પણ સામે આવી રહ્યાં છે, બીજી બાજું સોશિયલ મીડિયા પર પણ અનેક દાવા કરવામાં આવી રહ્યાં છે. તેમાંથી એક દાવો હાલ ખૂબ જ જોરશોરથી વાયરલ થઇ રહ્યો છે કે, વધુ પાણી પીવાથી શરીરમાંથી કોરોના વાયરસ દૂર થઇ જાય છે
2/7

3/7
આ મામલે બીબીસી સાથે વાત કરતા લંડનની એપિડેમોલોજિસ્ટ કલ્પના સબાપૈથીએ કહ્યું કે, આ વાતને વધુ સામાન્ય કરીને રજૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કોરોના સંક્રમણ કોઇ એક કણથી નથી ફેલાતું પરંતુ હજારો પાર્ટિકલ્સના સંપર્કમાં આવવાથી થાય છે.
4/7
કલ્પના સબાપૈથીએ જણાવ્યું કે, આ દાવામાં વાયરસને પેટ સુધી પહોંચાડીને મારવાનો દાવો થઇ રહ્યો છે પરંતુ વાયરસ તો પહેલા ગ્રાસનલી દ્વારા શરીરમાં પ્રવેશ કરી ચક્યો હશે. એક સમયે માની લો કે, વાયરસ નાકથી પ્રવેશ નથી કરી શક્યો તો તે આંખથી પણ પ્રવેશ કરે છે.
5/7
જો આપ કોઇ સંક્રમિત સપાટીને સ્પર્શ કર્યાં બાદ આંખ નાક મોંને સ્પર્શ કરો તો આ સંક્રમિત થઇ શકો છો. તેથી આ બચાવની સંપૂર્ણ રીત નથી.
6/7
કોરોના વાયરસના અત્યાર સુધી અનેક લક્ષણો સામે આવી ચૂક્યાં છે. તેમાં ડાયરિયા પણ સામેલ છે. કેટલાક રિપોર્ટમાં આ વાત પણ સામે આવી છે કે, કોરોના સંક્રમિતના મળમાં પણ વાયરસનું સંક્રમણ હોય છે.
7/7
જો કે હજું સુધી કોઇ રિપોર્ટ કે સ્ટડીમાં એવી જાણકારી સામે નથી આવી કે, વઘુ પાણી પીવાથી કોરોના વાયરસને શરીરમાંથી દૂર કરી શકાય છે.