શોધખોળ કરો
Mahakumbh 2025: મહાકુંભ 2025નો આજે પ્રથમ દિવસ, ઓસ્ટ્રેલિયા, રશિયા, જાપાનથી આવેલા શ્રદ્ધાળુઓએ લગાવી ગંગામાં ડૂબકી
Maha Kumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહાકુંભ શરૂ થયો છે. મહાકુંભના પ્રથમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ સંગમ પહોંચ્યા અને ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી.
મહાકુંભ
1/12

Maha Kumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહાકુંભ શરૂ થયો છે. મહાકુંભના પ્રથમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ સંગમ પહોંચ્યા અને ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. મહાકુંભ મેળાની શરૂઆત સોમવારે પોષ પૂર્ણિમાની સાથે થઇ હતી. મેળાના અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે 9.30 વાગ્યા સુધી 60 લાખથી વધુ લોકોએ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી.
2/12

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ ભક્તો, સંતો, કલ્પવાસીઓ અને મુલાકાતીઓનું સ્વાગત કરતા મહાકુંભના પ્રથમ શાહી સ્નાન માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે મહાકુંભને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક ગણાવ્યું હતું.
Published at : 13 Jan 2025 02:17 PM (IST)
આગળ જુઓ





















