શોધખોળ કરો
શું મહાકુંભનો સમયગાળો વધારવામાં આવશે? પ્રયાગરાજ ડીએમે કર્યો મોટો ખુલાસો
પ્રયાગરાજ: પ્રયાગરાજના જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) રવિન્દ્ર માંંદેએ સ્પષ્ટતા કરી છે કે મહા કુંભ મેળાને લંબાવવામાં આવી રહ્યો નથી.
છેલ્લા કેટલાક દિવસોથી, એવી અફવાઓ ફેલાઈ રહી હતી કે પ્રયાગરાજના મહાકુંભમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને મેળા વહીવટીતંત્ર દ્વારા મેળાને માર્ચ મહિના સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે, ડીએમ રવીન્દ્ર માંંદેએ આ અફવાઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને તેને તદ્દન ખોટી ગણાવી છે.
1/5

ડીએમે જણાવ્યું હતું કે મહા કુંભ મેળાનું આયોજન અને સમયપત્રક શુભ મુહૂર્ત અનુસાર પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, મેળાનું સમાપન 26મી ફેબ્રુઆરીએ જ થશે. તેમણે ખાતરી આપી હતી કે મેળાના બાકીના દિવસોમાં આવનારા તમામ ભક્તોની સરળ અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવશે.
2/5

મેળાની તારીખ લંબાવવા અંગેની અફવાઓ અંગે વધુ સ્પષ્ટતા આપતા ડીએમએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશનમાં તમામ શ્રદ્ધાળુઓની સુવિધા અને વ્યવસ્થા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. તેમણે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન મૂકવા વિનંતી કરી હતી, કારણ કે સરકાર અને વહીવટીતંત્ર તરફથી મેળાની તારીખ લંબાવવાનો કોઈ પ્રસ્તાવ નથી.
Published at : 18 Feb 2025 08:02 PM (IST)
આગળ જુઓ





















