શોધખોળ કરો
PM Surya Ghar Yojana: શું ભાડાના ઘરમાં રહેતા હોય તો પણ લગાવી શકાય સોલાર પેનલ? જાણો નિયમો
વીજળીના બિલથી મળશે કાયમી છુટકારો: મકાનમાલિકની મંજૂરીથી આ રીતે કરો ઓનલાઈન અરજી અને મેળવો સબસિડીનો લાભ.
વર્તમાન સમયમાં ઋતુ ગમે તે હોય, પરંતુ ઘરમાં વીજળીના ઉપકરણોનો વપરાશ અને તેને પરિણામે આવતા તોતિંગ બિલો સામાન્ય નાગરિક માટે ચિંતાનો વિષય બની ગયા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી 'પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના' ચલાવવામાં આવે છે. અત્યાર સુધી લોકોમાં એવી સામાન્ય ગેરમાન્યતા હતી કે માત્ર ઘરના માલિકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ સરકારના નવા નિયમો મુજબ હવે ભાડાના મકાનમાં રહેતા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. વધતી જતી મોંઘવારીમાં આ નિર્ણય મધ્યમ વર્ગના ભાડૂઆતો માટે એક મોટી રાહત સમાન છે.
1/6

જો તમે ભાડાના મકાનમાં રહો છો અને વીજળીના બિલથી પરેશાન છો, તો તમે પણ હવે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવીને મફત વીજળી મેળવી શકો છો. જોકે, ભાડાના મકાન પર સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે કેટલાક ચોક્કસ નિયમો અને શરતોનું પાલન કરવું અત્યંત અનિવાર્ય છે. આ પ્રક્રિયામાં સૌથી પહેલું અને મહત્વનું પગલું મકાનમાલિકની મંજૂરી મેળવવાનું છે. મકાનમાલિકની પરવાનગી વિના તમે આ પ્રોજેક્ટ શરૂ કરી શકતા નથી, કારણ કે પ્રોપર્ટી પરનો હક તેમનો હોય છે.
2/6

ભવિષ્યમાં કોઈ કાનૂની વિવાદ કે ગેરસમજ ન ઉભી થાય તે માટે મકાનમાલિકની પરવાનગી માત્ર મૌખિક નહીં, પરંતુ 'લેખિત' (Written Consent) સ્વરૂપમાં હોવી હિતાવહ છે. જ્યારે તમે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરો છો, ત્યારે તમારે મકાનમાલિકની ઓળખ (ID Proof), પ્રોપર્ટીના અસલ દસ્તાવેજો અને ત્યાંના વીજળી કનેક્શનની વિગતો અપલોડ કરવી પડે છે. એટલે કે મકાનમાલિકના સહકાર વગર આ પ્રક્રિયા આગળ વધી શકતી નથી.
Published at : 02 Dec 2025 06:19 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















