કોવેક્સિનના ત્રીજા બૂસ્ટર ડોઝને ટ્રાયલ માટે મંજૂરી
1/5
દેશમાં કોરોના વેકિસનના ત્રીજા ડોઝની તૈયારીઓ થઇ રહી છે. તેને બૂસ્ટર ડોઝ કહેવામાં આવી રહ્યો છે. એક્સપર્ટની એક પેનલે ભારત બાયોટેકની કોવેક્સિનના ત્રીજા ડોઝની મંજરી આપી છે.ત્રીજો ડોઝ બીજા ડોઝ આપ્યાના 6 મહિના બાદ આપવામાં આવશે. તેનાથી ફાયદો તે થશે કે, કોરોનાના નવા વેરિઅન્ટથી બચાવ મળશે.
2/5
એક્સપર્ટની પેનલનું કહેવું છે કે, ભારત બાયોટેક તેમની કોવેક્સિનનો ત્રીજો ડોઝ એ વોલંટિયર્સને પહેલા આપે જે ક્લિનિકલ ટ્રાયલનો હિસ્સો છે. ભારત બાયોટેકે સરકાર સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે, ત્રીજા ડોઝ બાદ કોરોનાની સામે લડવા માટેની રોગપ્રતિકારક ક્ષમતા અનેકગણી વધી જશે. ત્યારબાદ બૂસ્ટર ડોઝની પરવાનગી અપાઇ છે.
3/5
ભારત બાયોટેકના પ્રસ્તાવ પર સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કહ્યું કે, બૂસ્ટર ડોઝની સ્ટડી સેકેન્ડ ફેઝમાં ક્લિનિકલ ટ્રાયલવાળા વોલિયન્ટર્સ પર કરાશે, એવા વોલિયન્ટર્સ પર જેને 6 માઇક્રોગ્રામની કોવેક્સિનની ડોઝ મળી ચૂકી છે. ટૂંકમાં બૂસ્ટર ડોઝ તે લોકોને અપાશે જેમણે પહેલા કોવેક્નિની પહેલી અને બીજો ડોઝ લઇ લીધો છે.
4/5
ભારત બાયોટેક આ વોલંટિયર્સને ત્રીજા ડોઝ આપ્યાં બાદ તેમના પર પર વોચ રાખશે, જેથી તેમના શરીરમાં કોરોના સામે લડવાની ક્ષમતા ઘટી છે કે વધી છે તે જાણી શકાશે, આ સમય દરમિયાન સાઇડ ઇફેક્ટનું પણ અધ્યયન કરાશે.
5/5
ત્યારબાદ બાયોટેક તેમનો રિપોર્ટ સરકારની એક્સપર્ટ પેનલને સોંપશે. કંપની ક્લિનિકલ ટ્રાયલની રિવાઇજડ રિપોર્ટ એક્સપર્ટ પેનલની સામે તપાસ માટે રાખશે. ઉલ્લેખનિય છે કે, 190 વોલંટિયર્સે કોવેક્સિન 6 માઇક્રોગ્રામના ડોઝ ટ્રાયલના બીધા ફેઝમાં લીઘા હતા. આ જાણકારી કંપનીએ સાર્વજનિક પણ કરી હતી.