કેળા એક એવું ફળ છે. જે વજન ઉતારવા અને વજન વધારવા બંનેમાં કારગર છે. બસ જરૂરી છે તેનું યોગ્ય રીતે રીતે સેવન કરવામાં આવે. વજન ઘટાડવા માટે જો કેળાનું સેવન કરતા હો તો ખૂબ જ પાકેલી નહી પરંતુ થોડું ઓછું પાકેલું કડક કેળાનું સેવન કરવું જોઇએ. જો કે કેળુ વધુ કાચુ ન હોય તેનું પણ ઘ્યાન રાખવું જોઇએ. કેળું એવું પસંદ કરો., જે વધુ કાચું પણ ન હોય અને પાકુ પણ ન હોય.
2/5
ધ્યાન રાખો વધુ કાચું કેળું નુકસાનકારક સાબિત થાય છે. વધુ પાાકા કેળામાં શુગર વધુ હોવાથી તે વજન વધારે છે. ઓછું પાકુ કેળું ફાઇબરયુક્ત હોય છે. જેમાં શુગર ઓછી હશે. આવું કેળું ખાવાથી આપનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે, આ કારણે ચટપટા નાસ્તા ખાવાનું મન નહીં થાય.
3/5
વજન ઉતારવા માટે કેળાનું સેવન માત્ર સપ્તાહમાં ત્રણ વખત જ કરવું જોઇએ. જો આપ વજન વધારવા માંગતો હો તો પુરેપુરૂ પાકેલું કેળું ખાવું જોઇએ.કેળાને અન્ય ફ્ળ સાથે અથવા તો મિલ્ક અથવા ક્રિમ સાથે પણ લઇ શકાય છે. આ રીતે કેળાનું સેવન કરવાથી વજન વધારી શકાય છે.
4/5
સંપૂર્ણ પાકેલા કેળામાં કાર્બ્સ, કેલેરીથી ભરૂપર હોય છે. એક પાકેલા કેળાંમાં 115 કેલેરી, 27 ગ્રામકાર્બ્સ હોય છે. જે વજન ઉતારવામાં મદદગાર સાબિત થાય છે. જો કે તેનું વધુ માત્રામાં સેવન કરવું હિતાવહ નથી. તેમાં શુગર વધુ હોવાથી ડાયાબિટીશના દર્દીએ ન ખાવું જોઇએ.
5/5
એક્સરસાઇઝ કર્યાં બાદ કેળાનું સેવન કરી શકાય. સવારે કેળાનું સ્મૂધી પણ બનાવી શકાય. આ માટે એક ગ્લાસ બદામવાળા દૂધમાં ખજૂર, ઓટસ અને એક પાકેલા કેળા સાાથે અન્ય ડ્રાય ફ્રૂટ ઉમેરો.આ સ્મૂધીને સવાર સાંજ પીવાથી વજન વધારી શકાય છે. વજન વધારવા ઇચ્છતાં લોકો માટે કેળા રામબાણ ઇલાજ છે.