શોધખોળ કરો
PHOTOS: રામમંદિરમાં સ્થાપિત રામલલાની અચલ મૂર્તિની તસવીર થશે શેર, નિહાળો મનમોહક મૂરત
Ayodhya RaM Mandir: રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર VHPના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે. નિજ મંદિરમાં શ્યામ વર્ણના રામલલાની સ્થાપના કરવામાં આવી છે.
રામ લલાની મૂર્તિની તસવીરો શેર
1/6

Ayodhya RaM Mandir: રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની તસવીર VHPના મીડિયા પ્રભારી શરદ શર્માએ શેર કરી છે. નિજ મંદિરમાં શ્યામ વર્ણના રામલલાની સ્થાપના કરવામાં આવી છે.
2/6

રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલલાની સ્થાવર પ્રતિમાની તસવીરો વિશ્વ હિન્દુ પરિષદે શેર કરી છે. VHPના મીડિયા પ્રભારી શરદ શર્મા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં રામલલાની આંખો પર હજુ પણ પટ્ટી બાંધેલી છે, જેને પ્રાણ પ્રતિષ્ઠા બાદ હટાવી દેવામાં આવશે.
3/6

રામલલાની આ 51 ઈંચ ઊંચી પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. હાલમાં ગર્ભગૃહમાં સ્થાપિત મૂર્તિની વૈદિક વિધિ ચાલી રહી છે.
4/6

અરુણ યોગીરાજે નેપાળની ગંડક નદીમાંથી લાવેલા પથ્થરોથી આ પ્રતિમા તૈયાર કરી છે. શ્યામ રંગની આ પ્રતિમા બે મહિનામાં પૂર્ણ થઈ હતી.અરુણ યોગીરાજના કહેવા પ્રમાણે, જો તમે આ પ્રતિમાને 20 સેકન્ડ ધ્યાનથી જોશો તો રામલલા હસતા જોવા મળશે.
5/6

રામલલાની આ સ્થાવર પ્રતિમા કમળના ફૂલ પર સ્થાપિત કરવામાં આવી છે. સિંહાસનની સાથે તેની ઊંચાઈ 8 ફૂટ હશે. તમને જણાવી દઈએ કે આ મૂર્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ વૈદિક વિદ્વાનોની હાજરીમાં પવિત્ર કરશે
6/6

22 જાન્યુઆરીએ અભિષેક થયા બાદ અયોધ્યાનું ભવ્ય રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે ખૂલશે. જોકે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ અયોધ્યામાં રામભક્તોની ભીડ જામી છે. દેશના ખૂણે-ખૂણેથી ભક્તો અયોધ્યાધામ પહોંચી રહ્યા છે.
Published at : 19 Jan 2024 02:59 PM (IST)
આગળ જુઓ





















