દિલ્હીનું ગુરુદ્વારા રકાબગંજ શીખ લોકોનું પવિત્ર સ્થળ છે. આ ગુરુદ્વારા સંસદ ભવન નજીક આવેલું છે. તે વર્ષ 1783માં બનાવવામાં આવ્યું હતું.
2/4
વડાપ્રધાન મોદી જ્યારે અહીં પહોંચ્યા ત્યારે કોઈ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ન હતો કે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું ન હતું. વડાપ્રધાને વહેલી ભારે ઠંડી વચ્ચે સામાન્ય વ્યક્તિની જેમ ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા અને માથું નમાવ્યું હતુ.
3/4
રકાબગંજ ગુરુદ્વારાની મુલાકાત વિશે માહિતી આપતાં વડાપ્રધાન મોદીએ ટ્વિટ પણ કર્યું હતું. જેમાં લખ્યું આજે સવારે મેં ઐતિહાસિક ગુરુદ્વાર રકાબગંજ સાહિબમાં પ્રાર્થના કરી, જ્યાં શ્રી ગુરુ તેગબહાદુરજીનાં પવિત્ર દેહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોદીએ જણાવ્યુ કે હું ખૂબ આનંદ અનુભવી રહ્યો હતો, વિશ્વભરના લાખો લોકોની જેમ, હું પણ શ્રી ગુરુ તેગબહાદુરજીની કરુણાથી પ્રભાવિત અને પ્રેરિત થયો છું.
4/4
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીના ગુરુદ્વારા રકાબગંજ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની આ મુલાકાતનો અચાનક નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ગુરુદ્વારા રકાબગંજ ખાતે માથું ટેકાવીને તેમણે ગુરુ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી હતી.