મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના લગ્નને લઇને ફરી એકવાર ચર્ચા તેજ થઇ ગઇ છે. અવારનવાર લોકોના મનમાં સવાલ આવી રહ્યો છે કે સલમાન ખાન લગ્ન ક્યારે કરશે, પરંતુ આજ સુધી આનો જવાબ નથી મળ્યો. પરંતુ સલમાન ખાનના લગ્નને લઇને એક મોટો ખુલાસો તેના મિત્ર અને ફિલ્મ પ્રૉડ્યૂસર સાજિદ નાડિયાદવાલાએ કર્યો છે. આ ખુલાસો કપિલ શર્મા શૉમાં કર્યો હતો. (ફાઇલ તસવીર)
2/6
ફેન્સ પણ સલમાન ખાનને અનેક પ્લેટફોર્મ પર અવારનવાર લગ્ન વિશેના સવાલો પુછે છે, પરંતુ આનો જવાબ આજ સુધી નથી મળી શક્યો. (ફાઇલ તસવીર)
3/6
ત્યારથી આજ સુધી સલમાન ખાનનો ઇરાદો કાયય રહ્યો છે. ભલે તેનુ નામ કેટલીય હીરોઇનો સાથે જોડાઇ હોય, છતાં સલમાન ખાન આજ સુધી કુંવારો છે. (ફાઇલ તસવીર)
4/6
હાઉસફૂલ 4ના પ્રમૉશન માટે જ્યારે આખી ટીમ ધ કપિલ શર્મા શૉમાં પહોંચી હતી, ત્યારે આ વાતનો ખુલાસો કર્યો હતો. ત્યારે સાજિદે કહ્યું કે સલમાન ખુદ તો બચી ગયો પણ મને ફસાવી દીધો હતો. (ફાઇલ તસવીર)
5/6
પરંતુ સલમાન ખાને લગ્નના ઠીક છ દિવસ પહેલા ઇરાદો બદલી નાંખ્યો, તે પણ એટલા માટે કેમકે લગ્ન કરવાનો તેનો મૂડ ન હતો, અને લગ્નની તૈયારીઓ બધી એમની એમ જ રહી ગઇ હતી. આ કિસ્સાનો ઉલ્લેખ તેના જીગરી દોસ્ત અને જાણીતા પ્રૉડ્યૂસર સાજિદ નાડિયાદવાલાએ ખુદ ધ કપિલ શર્મા શૉમાં કર્યો હતો. (ફાઇલ તસવીર)
6/6
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો આજથી 21 વર્ષ પહેલા 1999માં સલમાન ખાનનુ દિલ એક છોકરીએ ચોરી લીધુ હતુ. વાત લગ્ન સુધી પહોંચી ગઇ હતી. તારીખ પણ નક્કી થઇ ગઇ હતી, અને લગ્નના કાર્ડ પણ વહેંચાઇ ગયા હતા. (ફાઇલ તસવીર)