નવી દિલ્હીઃ 29 વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેનારા પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર મોહમ્મદ આમિરની લવ સ્ટોરી કોઇ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી.
2/5
2010માં ઇગ્લેન્ડમાં સ્પોટ ફિક્સિંગ કેસમાં દોષિત ઠેરવાયા બાદ આમિરને છ મહિનાની જેલની સજા થઇ હતી. આ દરમિયાન તેને પ્રેમ થયો. આમિરની લવસ્ટોરી ખૂબ રસપ્રદ છે.
3/5
વાસ્તવમાં આમિર જ્યારે જેલમાં હતો ત્યારે તેની વકીલ નર્જિસ ખાતૂનના પ્રેમમાં પડયો હતો આમિરનો કેસ લડતા લડતા નર્જિસ પણ તેને પ્રેમ કરવા લાગી હતી.
4/5
છ વર્ષ બાદ આમિર અને નર્જિસે 2016માં લગ્ન કરી લીધા. 2017માં નર્જિસે પ્રથમ દીકરી મિન્સા આમિરને જન્મ આપ્યો હતો.
5/5
નોંધનીય છે કે નર્જિસ ખાતૂન મૂળ પાકિસ્તાનની છે. પરંતુ તે લાંબા સમયથી ઇગ્લેન્ડમાં રહે છે. વર્ષ 2020માં નર્જિસે બીજી દીકરી ઝોયા આમિરને જન્મ આપ્યો હતો. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)