શોધખોળ કરો
ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર બીજીવાર બનશે પિતા, પ્રેગનન્ટ એક્ટ્રેસ પત્નીએ શેર કરી ક્યૂટ તસવીરો....

હરભજન સિંહ
1/5

મુંબઇઃ ટીમ ઇન્ડિયાનો ક્રિકેટર હરભજન સિંહ બીજીવાર પિતા બનવા જઇ રહ્યો છે. તેની પત્ની અને એક્ટ્રેસ ગીતા બસરાએ આ ગુડ ન્યૂઝ શેર કરતા પોતાની ફેમિલીની ક્યૂટ તસવીરો શેર કરી છે. આ કપલ જુલાઇમાં બીજીવાર મા-બાપ બનશે. ગીતા બસરાએ જે તસવીરો શેર કરી છે તેમાં હરભજન અને તેની દીકરી સાથે દેખાઇ રહી છે.
2/5

હરભજન સિંહ અને ગીતા બસરાને એક પાંચ વર્ષની દીકરી છે, જેનુ નામ હિનાયા છે. તસવીરોમાં હિનાયા પોતાની માંના બેબી બમ્પને કિસ કરતી દેખાઇ રહી છે. વળી, બેબી હિનાયા એક ટીશર્ટની સાથે પણ દેખાઇ રહી છે, જેમાં લખ્યું છે- હું જલ્દી મોટી બહેન બનવાની છે.
3/5

ગીતા બસરાએ ટ્વીટર પર આ ગુડ ન્યૂઝ શેર કરતા લખ્યું છે- કમિંગ સૂન ઇન જુલાઇ.....
4/5

હરભજન સિંહ અને ગીતા બસરા ઘણા વર્ષો સુધી રિલેશનશીપમાં રહ્યાં બાદ બન્ને લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા હતા, બન્નેની જોડીને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.
5/5

ગીતા બસરા બ્રિટનમાં પેદા થઇ હતી, વર્ષ 2006માં તેને ઇમરાન હાશમીની સાથે ફિલ્મ દિલ દિયા હૈથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ પછી તેની એક બીજી ફિલ્મ ધ ટ્રેન પણ ઇમરાન હાશમીની સાથે આવી હતી. બૉલીવુડમાં ગીતાની કેરિયર વધુ ના ચાલી શકી. તે રાહત ફતેહ અલી ખાનના એક મ્યૂઝિક વીડિયોમાં પણ દેખાઇ હતી.
Published at : 15 Mar 2021 03:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
