શોધખોળ કરો
IND vs SL: ભારતે શ્રીલંકાને જીતવા આપ્યો 138 રનનો ટાર્ગેટ, ગિલ-પરાગે દેખાડ્યો દમ
ભારતે શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચમાં પ્રથમ રમતા 137 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે અડધી ટીમ 50 રનના આંકડા સુધી પહોંચતા પહેલા જ આઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી સૌથી વધુ રન શુભમન ગીલે બનાવ્યા હતા, જેમણે દબાણ હેઠળ 37 બોલમાં 39 રન બનાવ્યા હતા.
1/6

ત્રીજી T20 મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વિકેટ યશસ્વી જયસ્વાલના રૂપમાં ગુમાવી હતી, જેણે માત્ર 10 રન બનાવ્યા હતા.
2/6

પરંતુ સૌથી વધુ નિરાશ સંજુ સેમસનને થયો હતો જે આ શ્રેણીમાં સતત બીજી વખત શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. રિંકુ સિંહના બેટિંગ ક્રમમાં ફેરફાર થયો હતો, પરંતુ તે પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 1 રન જ બનાવી શક્યો હતો.
Published at : 30 Jul 2024 09:51 PM (IST)
આગળ જુઓ





















