શોધખોળ કરો
સચિન તેંદુલકરનો આ નવો ઓપનિંગ પાર્ટનર ટેણિયો છે ક્યા ક્રિકેટરનો પુત્ર?

સચિન તેંદુલકર
1/7

નવી દિલ્હીઃ ભારતમાં અત્યારે ટી20 ક્રિકેટની સિઝન શરૂ થઇ છે, એક બાજુ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે ટી20 સીરીઝ રમી રહી છે, તો બીજી બાજુ દુનિયાના દિગ્ગજ ક્રિકેટરો ફરી એકવાર રાયપુરના મેદાનમાં પોતાનો જલવો બતાવી રહ્યાં છે. ભારત રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝનુ આયોજન થઇ રહ્યું છે, જેમાં ભારતીય દિગ્ગજો સહિત દુનિયાના અન્ય દિગ્ગજો ટી20 રમી રહ્યાં છે. શનિવારે ઇન્ડિયા લીજેન્ડ અને સાઉથ આફ્રિકા લીજેન્ડ વચ્ચે ટી20 મેચ રમાઇ આ મેચમાં ભારતીય લીજેન્ડે આફ્રિકન લીજેન્ડને 56 રનોથી હાર આપી હતી.
2/7

મેચ બાદ જ્યારે બન્ને દેશોના લીજેન્ડ ડ્રેસિંગ રૂમમા આવ્યા ત્યારે ઇરફાન પઠામનો દીકરો ઇમરાન ખાન પઠાણ ચર્ચાનો વિષય બન્યો હતો. ખરેખરમાં, ઇરફાન પઠાણે પોતાના ટ્વીટર પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં ઇમરાન ખાન પઠાણ સચિન સાથે મસ્તી કરતો દેખાઇ રહ્યો છે.
3/7

ઇરફાન પઠાણે તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું- ઇમરાન હવે સચિન સાથે ઓપનિંગ કરવા તૈયાર છે.
4/7

આ તસવીરોમાં ઇરફાન પઠાણનો ચાર વર્ષનો દીકરો સચિન સાથે ક્રિકેટ રમી રહ્યો છે, ઇમરાન પગમાં ઇન્ડિયા લીજેન્ડના મોટા પેડ પહેરેલા છે, અને હાથમાં બેટ લઇને સચિન સાથે મસ્તી કરતો દેખાઇ રહ્યો છે.
5/7

તસવીરોમાં ઇમરાનની સાથે સચિન તેંદુલકર અને સાઉથ આફ્રિકન લીજેન્ડ મખાયા એનટીની દેખાઇ રહ્યાં છે. સચિન અને એનટીની ઇમરાન સાથે મસ્તી કરી રહ્યાં છે. જ્યારે પાછળની બાજુએ યુસુફ પઠાણ ઉભો રહીને બધુ જોઇ રહ્યો છે.
6/7

નોંધનીય છે કે, રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ હાલ રાયપુરમાં રમાઇ રહી છે. શનિવારે જૉન્ટી રૉડ્સને સાઉથ આફ્રિકા લીજેન્ડે ટૉસ જીતીને ઇન્ડિયા લીજેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ઇન્ડિયા લીજેન્ડે 3 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 204 રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકન લીજેન્ડ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 148 રન જ કરી શક્યુ હતુ. આ સાથે ઇન્ડિયા લીજેન્ડની 56 રનોથી જીત થઇ હતી.
7/7

ખાસ વાત છે કે, રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં અત્યાર દુનિયાના ક્રિકેટ દિગ્ગજો એકસાથે દેખાઇ રહ્યાં છે, આ સીરીઝમાં ઇન્ડિયા લીજેન્ડ, ઇંગ્લેન્ડ લીજેન્ડ, સાઉથ આફ્રિકા લીજેન્ડ, શ્રીલંકા લીજેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ લીજેન્ડ, બાંગ્લાદેશ લીજેન્ડ, ઓસ્ટ્રેલિયા લીજેન્ડની ટીમો રમી રહી છે.
Published at : 14 Mar 2021 04:03 PM (IST)
આગળ જુઓ
Advertisement