શોધખોળ કરો
Suryakumar Yadav Love Story: કૉલેજમાં જ સાઉથ ઈન્ડિયન છોકરીને દિલ આપી ચુક્યો હતો સુર્યકુમાર, રિલેશનના 4 વર્ષ પછી થયા હતા લગ્ન
એશિયા કપ 2022માં હોંગકોંગ સામે 26 બોલમાં 68 રનની ધમાકેદાર ઇનિંગ રમીને સૂર્યકુમાર યાદવ ખૂબ જ ચર્ચામાં છે. આ વર્ષે તે ટીમ ઈન્ડિયા માટે ઘણી વખત આવી તોફાની ઈનિંગ રમી ચુક્યો છે.

સુર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટી
1/8

Suryakumar Yadav's Wife: એશિયા કપ 2022માં હોંગકોંગ સામે 26 બોલમાં 68 રનની ધમાકેદાર ઇનિંગ રમીને સૂર્યકુમાર યાદવ ખૂબ જ ચર્ચામાં છે. આ વર્ષે તે ટીમ ઈન્ડિયા માટે ઘણી વખત આવી તોફાની ઈનિંગ રમી ચુક્યો છે.
2/8

સૂર્યકુમાર યાદવની પત્નીનું નામ દેવીશા છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2012માં થઈ હતી. ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 29 મે 2016ના રોજ લગ્ન કર્યા હતા.
3/8

સૂર્યકુમાર યાદવ વર્ષ 2012માં સાઉથ ઈન્ડિયન યુવતી દેવીશા શેટ્ટીને મળ્યો હતા. આ મુલાકાત મુંબઈની પોદ્દાર ડિગ્રી કોલેજમાં થઈ હતી.
4/8

પ્રથમ મુલાકાત વખતે સૂર્યકુમાર માત્ર 22 વર્ષનો હતો અને દેવીશા તેનાથી ત્રણ વર્ષ નાની હતી. અહીં સૂર્યાએ દેવીશાને નૃત્ય કરતી જોઈ. ત્યારથી તે દેવીશાના સપના જોવા લાગ્યો.
5/8

સૂર્યકુમારે ધીરે ધીરે દેવીશાની નજીક આવવાનો પ્રયત્ન કર્યો અને તેને સફળતા મળતી રહી. થોડા દિવસોમાં તેણે દેવીશાને પ્રપોઝ કર્યું હતું.
6/8

વર્ષ 2012 થી 2016 સુધી આ કપલ રિલેશનશિપમાં હતું. જે બાદ તેઓએ લગ્ન કરી લીધા. પરિવારને પણ આ લગ્નમાં બહુ વાંધો નહોતો કારણ કે લગ્નના બે વર્ષ પહેલા જ સૂર્યકુમારે આઈપીએલ દ્વારા પોતાનું નામ બનાવી લીધું હતું.
7/8

સૂર્યા અને દેવીશાના લગ્ન દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે થયા હતા. લગ્નના દિવસની તસવીરો જોશો તો ખબર પડશે કે આ કપલ તેમના લગ્નને લઈને કેટલું ઉત્સાહિત હતું.
8/8

દેવીશા એક સામાજિક કાર્યકર છે. 2013 થી 2015 સુધી, તેમણે NGO 'ધ લાઈટ હાઉસ પ્રોજેક્ટ' માટે સ્વયંસેવક તરીકે કામ કર્યું છે.
Published at : 01 Sep 2022 06:16 PM (IST)
આગળ જુઓ
Advertisement