શોધખોળ કરો
Andrew Symonds: એક વર્ષમાં તૂટ્યા હતા એન્ડ્ર્યુ સાયમન્ડ્સના પ્રથમ લગ્ન

એન્ડ્ર્યુ સાયમન્ડ્સ
1/8

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું 14 મેના રોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એન્ડ્ર્યુ સાયમન્ડ્સની કારને ટાઉન્સવિલે નજીક અકસ્માત નડ્યો હતો. સાયમન્ડ્સનો જન્મ યુકેમાં થયો હતો પરંતુ ત્રણ મહિનાની ઉંમરમાં સાયમન્ડ્સને અંગ્રેજી દંપતી બાર્બરા અને કેન દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો. આ પછી સાયમન્ડ્સ કેન અને બાર્બરા સાથે ઓસ્ટ્રેલિયા ગયો હતો.
2/8

સાયમન્ડ્સની પ્રથમ પત્નીનું નામ બ્રુક માર્શલ હતું. જ્યારે એન્ડ્રુ સાયમન્ડ્સ એંગ્લિકન સ્કૂલમાં શાળામાં હતો ત્યારે તેની બ્રુક સાથે મિત્રતા થઇ હતી. આ દંપતીએ 24 એપ્રિલ 2004ના રોજ બ્રિસ્બેનના સેન્ટ જોન્સ એંગ્લિકન કેથેડ્રલમાં લગ્ન કર્યા હતા. પરંતુ કેટલાક કારણોસર આ લગ્ન લાંબા સમય ટકી શક્યા નહોતા અને 2005માં બંને અલગ થઈ ગયા.
3/8

સાયમન્ડ્સના બીજા લગ્ન લૌરા સાથે હતા. લૌરા અને એન્ડ્રુ સાયમન્ડ્સના બાળકોના નામ બિલી (પુત્ર) અને ક્લો (પુત્રી) છે. બંન્નેની પ્રથમ મુલાકાત 2004માં થઇ હતી અને પુત્રના જન્મના એક વર્ષ પછી 2014માં લગ્ન કર્યા હતા.
4/8

જ્યારે લૌરા દીકરીને જન્મ આપવાની હતી ત્યારે IPLની સિઝન ચાલી રહી હતી. આ કારણે સાયમન્ડ્સે નિવૃત્તિ લઈને ઓસ્ટ્રેલિયા પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. લૌરાએ સાયમન્ડ્સના મૃત્યુ પછી એક અખબારને કહ્યું, 'અમે હજુ પણ આઘાતમાં છીએ. હું ફક્ત બે બાળકોનો જ વિચાર કરું છું. તેની પાસે હંમેશા દરેક માટે સમય હતો.
5/8

સાયમન્ડ્સની બહેન લુઈસ સાયમન્ડ્સે તેના ભાઈના અકાળે અવસાન પછી એક ભાવનાત્મક પત્ર લખ્યો હતો. લુઈસે લખ્યું, એન્ડ્રુના આત્માને શાંતિ મળે. હંમેશા તને પ્રેમ કરીશ.
6/8

1998માં ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે 198 ODI રમી હતી જેમાં તેણે 5088 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં સાયમન્ડ્સે 2004માં ડેબ્યૂ કર્યા બાદ 26 ટેસ્ટ મેચોમાં 1462 રન બનાવ્યા હતા.
7/8

સાયમન્ડ્સે પોતાના દેશ માટે 14 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે, જેમાં તેના નામે કુલ 337 રન છે. સાયમન્ડ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 165 વિકેટ પણ લીધી હતી. સાયમન્ડ્સે ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ભાગ લીધો હતો.
8/8

તમામ તસવીરો સોશિયલ મીડિયામાથી લેવામાં આવી છે.
Published at : 18 May 2022 05:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
