શોધખોળ કરો
Photos: IPL 2024 ની વિજેતા ટીમને મળશે કરોડો રૂપિયા, હારનારી ટીમ પર પણ થશે રૂપિયાનો વરસાદ
IPL 2024 Prize Money: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની (IPL 2024) ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નઈમાં રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ જીતનારી ટીમની સાથે હારનાર ટીમને પણ મોટી રકમ મળશે.

ફોટોઃ ટ્વિટર
1/7

IPL 2024 Prize Money: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની (IPL 2024) ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નઈમાં રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ જીતનારી ટીમની સાથે હારનાર ટીમને પણ મોટી રકમ મળશે.
2/7

IPL 2024ની પ્લેઓફ મેચો 21 મેથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નઈમાં રમાશે. જો ઈનામની રકમની વાત કરીએ તો જે ટીમ ટાઈટલ જીતશે તેને કરોડો રૂપિયા મળશે. આ સાથે હારનાર ટીમોને પણ સારી રકમ મળશે.
3/7

સ્પોર્ટસ્ટારના એક સમાચાર અનુસાર, જે ટીમ ફાઈનલ મેચ જીતશે તેને 20 કરોડ રૂપિયા મળશે. પ્રથમ સિઝનની સરખામણીમાં ઈનામની રકમ અનેક ગણી વધી ગઈ છે.
4/7

ફાઇનલમાં હારનાર ટીમને પણ મોટી રકમ મળશે. તેને 13 કરોડ રૂપિયા આપવામાં આવશે. ચેન્નઈ સુપર કિંગ્સ ગત સીઝનમાં ચેમ્પિયન બની હતી. તેણે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.
5/7

કુલ ઈનામની રકમ પર નજર કરીએ તો તે લગભગ 46.5 કરોડ રૂપિયા હશે. ટૂર્નામેન્ટમાં ત્રીજા ક્રમે આવનાર ટીમને 7 કરોડ રૂપિયા મળશે.
6/7

ચોથા સ્થાને રહેલી ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે. ઓરેન્જ અને પર્પલ કેપ જીતનાર ખેલાડીઓને પણ મોટી રકમ મળશે.
7/7

ઓરેન્જ કેપ જીતનાર ખેલાડીને 15 લાખ રૂપિયા મળશે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી ઓરેન્જ કેપ જીતે છે. પર્પલ કેપ માટે 15 લાખ રૂપિયાની રકમ પણ નક્કી કરવામાં આવી છે.
Published at : 13 May 2024 08:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
