શોધખોળ કરો
એરટેલ, Vi અને Jioનું ટેન્શન વધ્યું! BSNL લાવ્યું 365 દિવસનો ધમાકેદાર પ્લાન, જાણો ફાયદા
BSNL: જો તમે BSNL ગ્રાહક છો, તો તમારા માટે ખુશખબર છે! BSNL એક એવો રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે, જે તમને આખા વર્ષ માટે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવશે.

આ નવો પ્લાન તાજેતરમાં જ BSNLની પ્લાન લિસ્ટમાં ઉમેરવામાં આવ્યો છે અને ગ્રાહકો દ્વારા તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તાજેતરમાં જ BSNLએ 425 દિવસની વેલિડિટીવાળો પ્લાન પણ લોન્ચ કર્યો હતો, જેનાથી અન્ય ટેલિકોમ કંપનીઓની ચિંતા વધી ગઈ છે.
1/7

BSNLના આ પ્લાનની કિંમત ₹1999 છે અને તેની વેલિડિટી 365 દિવસની છે. જે ગ્રાહકો અવિરત ડેટા અને કોલિંગનો આનંદ માણવા માંગે છે તેમના માટે આ પ્લાન શ્રેષ્ઠ છે. આ પ્લાન હેઠળ ગ્રાહકને કુલ 600GB ડેટા અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે.
2/7

આ પ્લાનની સૌથી મોટી ખાસિયત તેની લાંબી વેલિડિટી છે, જે ગ્રાહકોને વારંવાર રિચાર્જ કરવાની મુશ્કેલીમાંથી બચાવે છે. જે લોકો નિયમિત રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અથવા ઘણા કોલ કરે છે, તેમના માટે આ પ્લાન ખૂબ જ ઉપયોગી છે.
3/7

આ પ્લાનમાં લોકલ, STD અને રોમિંગ કોલ પર કોઈ લિમિટ નથી. તમે કોઈપણ જાતના વિક્ષેપ વિના આખા વર્ષ દરમિયાન કોલિંગનો આનંદ માણી શકો છો.
4/7

પ્લાનમાં મળતો 600GB ડેટા ભારે માત્રામાં ડેટાનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે શ્રેષ્ઠ છે, જેમ કે વિડિયો સ્ટ્રીમિંગ, ગેમિંગ અથવા ઓનલાઇન કામ કરનારા લોકો. આ પ્લાન દરરોજ સરેરાશ 1.6GB ડેટા આપે છે.
5/7

દરરોજ 100 SMSની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે ખાસ કરીને SMSનો વધુ ઉપયોગ કરનારા લોકો માટે ફાયદાકારક છે.
6/7

Airtel, Vi અને અન્ય ટેલિકોમ કંપનીઓની સરખામણીમાં BSNLનો આ પ્લાન ખૂબ જ સસ્તો છે. જ્યારે અન્ય કંપનીઓ આટલી લાંબી વેલિડિટીવાળા પ્લાન ઓફર કરતી નથી, ત્યારે BSNLની આ ઓફર ગ્રાહકો માટે એક ઉત્તમ વિકલ્પ છે.
7/7

BSNLનો ₹1999નો 365 દિવસનો પ્લાન પોતાના ડેટા અને કોલિંગ સુવિધાઓ સાથે બજારમાં ધૂમ મચાવી રહ્યો છે. આ પ્લાન એવા ગ્રાહકો માટે શ્રેષ્ઠ છે જે આખા વર્ષ માટે ટેન્શન ફ્રી સર્વિસ ઇચ્છે છે.
Published at : 19 Jan 2025 05:12 PM (IST)
આગળ જુઓ
Advertisement