શોધખોળ કરો
ChatGPT થી મહિલાએ 1.32 કરોડની કરી કમાણી, જાણો સાચે જ AI થી કમાઈ શકાઈ આટલા પૈસા
ChatGPT થી મહિલાએ 1.32 કરોડની કરી કમાણી, જાણો સાચે જ AI થી કમાઈ શકાઈ આટલા પૈસા
પ્રતિકાત્મક તસવીર
1/6

અમેરિકામાં એક મહિલાએ તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી લોટરી જીતી છે, જેનાથી એ પ્રશ્ન ઉભો થયો છે કે શું AI ખરેખર કોઈને ધનવાન બનાવી શકે છે કે પછી તે ફક્ત નસીબ છે. ઘણા લોકો લોટરી નંબરો પસંદ કરવા માટે વિવિધ ગણતરીઓ અને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, પરંતુ પરિણામો ઘણીવાર અપેક્ષા મુજબ આવતા નથી. પરિણામે કેટલાક લોકોએ AI ને નંબરો પૂછીને ટિકિટ ખરીદવાનું શરૂ કર્યું છે. પરંતુ શું આ પદ્ધતિ ખરેખર દરેક માટે કામ કરશે ? બે ઘટનાઓ અનેક પ્રશ્નો ઉભા કરે છે.
2/6

વર્જિનિયાની રહેવાસી કેરી એડવર્ડ્સે 8 સપ્ટેમ્બરના રોજ વર્જિનિયા લોટરી પાવરબોલ ડ્રોમાં જેકપોટ જીત્યો હતો. તેણી કહે છે કે તેણીએ પસંદ કરેલા નંબરો ChatGPT નો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે AI દ્વારા આગાહી કરાયેલા પહેલા પાંચ નંબરોમાંથી ચાર પાવરબોલ નંબર સાથે મેળ ખાતા હતા.
Published at : 23 Sep 2025 03:34 PM (IST)
આગળ જુઓ





















