શોધખોળ કરો
Jioની કરોડો યૂઝર્સ મોટી ભેટ, આ ધમાકેદાર ઓફરની વેલિડિટી વધારી
Jioની કરોડો યૂઝર્સ મોટી ભેટ, આ ધમાકેદાર ઓફરની વેલિડિટી વધારી

પ્રતિકાત્મક તસવીર
1/6

Jio એ તેના કરોડો યૂઝર્સને મોજ કરાવતા ગયા મહિને શરૂ થયેલી ઓફરની માન્યતા લંબાવી છે. રિલાયન્સ જિયોએ ગયા મહિને IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત પહેલા આ ઑફર રજૂ કરી હતી, જેમાં યુઝર્સને 90 દિવસ માટે JioHotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન મળી રહ્યું હતું.
2/6

અગાઉ Jioએ 17 માર્ચથી 31 માર્ચ, 2025 સુધી આ ઑફર આપી હતી, જે હવે 15 એપ્રિલ, 2025 સુધી લંબાવવામાં આવી છે. યુઝર્સને આ ઑફરનો લાભ આગામી 15 દિવસ સુધી મળવાનો છે.
3/6

Jio વપરાશકર્તાઓને 299 રૂપિયાના પ્લાનમાં 90 દિવસ માટે Jio Hotstar સબસ્ક્રિપ્શન મફતમાં આપવામાં આવે છે. આ પ્લાન સિવાય કંપની JioFiber અથવા JioAirFiber યુઝર્સને 50 દિવસની ફ્રી ટ્રાયલ પણ ઓફર કરી રહી છે. ક્રિકેટની આ સિઝનમાં, કંપની તેના 299 રૂપિયાના પ્લાન સાથે વપરાશકર્તાઓને 90 દિવસ માટે Jio Hotstar સબસ્ક્રિપ્શન ઓફર કરી રહી છે.
4/6

આ સિવાય યુઝર્સને આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે, જેમાં યુઝર્સને દરરોજ 1.5GB હાઇ સ્પીડ ડેટા, 100 ફ્રી SMS અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે.
5/6

Jioની આ ઑફર નવા યૂઝર્સ તેમજ જૂના Jio યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. જે યુઝર્સે 17 માર્ચ પહેલા Jioનો રૂ. 299 નો પ્લાન લીધો હતો, તેઓને રૂ. 100 ના એડ-ઓન સાથે 90 દિવસ માટે મફત Jio Hotstar સબસ્ક્રિપ્શન મળશે.
6/6

જૂના યુઝર્સને રૂ. 299ના રિચાર્જ પર ઓફરનો લાભ મળશે. નવા Jio સિમ કાર્ડ યુઝર્સને રૂ. 29ના પ્રથમ રિચાર્જ સાથે આ ઓફરનો લાભ આપવામાં આવશે.
Published at : 01 Apr 2025 06:56 PM (IST)
આગળ જુઓ
Advertisement