શોધખોળ કરો
કોરોના કાળ છતાં 2021માં આ 10 સ્માર્ટફોનને મચાવી ધૂમ, સૌથી વધુ વેચાયા, જુઓ લિસ્ટ........

સ્માર્ટફોન સેલિંગ
1/11

નવી દિલ્હીઃ દુનિયાભરમાં હાલ કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે, આ કારણે સ્માર્ટફોન માર્કેટમાં ઘણો મોટુ નુકશાન ચાલી રહ્યું છે. છતાં માર્કેટમાંથી આવેલા એક રિપોર્ટે બધાને ચોંકાવી દીધા છે. ખરેખરમાં રિસર્ચ ફર્મ Counterpointએ હાલમાં જ એક ટૉપ સેલિંગ સ્માર્ટફોનનુ લિસ્ટ જાહેર કર્યુ છે. આમાં એવા સ્માર્ટફોન સામેલ છે જેને કોરોના કાળ હોવા છતાં દુનિયામાં ધમાલ મચાવી છે, આ તમામ સ્માર્ટફોન 2021ની પહેલી ત્રિમાસિકમાં સૌથી વધુ વેચાયા છે.
2/11

Apple iPhone 12- દુનિયાભરમાં આઇફોન યૂઝર્સની સંખ્યા ખુબ છે. 2021ની પહેલા ત્રિમાસિકમાં Apple iPhone 12 સૌથી વધુ વેચાનારા સ્માર્ટફોનમાં ટૉપ પર રહ્યો. ગ્લૉબલી ટૉટલ સ્માર્ટફોન સેલમાં iPhone 12નો 5 ટકા ભાગ રહ્યો. iPhone 12ની કિંમત 70,900 રૂપિયાથી શરૂ થાય છે.
3/11

Apple iPhone 12 Pro Max- Appleનો સૌથી મોંઘો ફોન iPhone 12 Pro Max ટૉપ સેલિંગ લિસ્ટમાં બીજા નંબર પર રહ્યો છે. મોંઘો ફોન હોવા છતાં આ ફોનનો લોક ખુબ પસંદ કરી રહ્યાં છે. iPhone 12 Pro Maxની કિંમત 1,24,700 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે.
4/11

Apple iPhone 12 Pro- વર્ષ 2021ના અત્યાર સુધીના ટૉપ સેલિંગ સ્માર્ટફોનમાં ત્રીજા નંબર પર પણ Appleનો iPhone 12 Pro રહ્યો. પહેલી ત્રિમાસિકમાં આ ફોનને પણ લોકોએ ખુબ ખરીદ્યો છે. iPhone 12 Proની કિંમત 1,15,100 રૂપિયાથી શરૂ થાય છે.
5/11

Apple iPhone 11- લિસ્ટમાં Appleનો iPhone 11 ચોથા નંબર પર રહ્યો. iPhone 11ની શરૂઆત 53,250 રૂપિયાથી થાય છે. ગ્લૉબલ વૉલ્યૂમની આ ફોનની 2 ટકા ભાગીદારી છે.
6/11

Xiaomi Redmi 9A- Apple બાદ આ લિસ્ટમાં Xiaomiનુ નામ આવે છે. Xiaomi Redmi 9A સ્માર્ટફોનને પાંચમા નંબર પર ખરીદવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ ફોનમાં આ પહેલા નંબર પર આવે છે. Xiaomi Redmi 9Aને ગયા વર્ષે ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.
7/11

Xiaomi Redmi 9- આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર Xiaomiનો જ Redmi 9 સ્માર્ટફોન છે. આ ફોનને લોકોએ ખુબ પસંદ કર્યો છે. ભારતમાંમાં આની કિંમત 8,799 રૂપિયાથી શરૂ થાય છે.
8/11

Samsung Galaxy A12- ગ્લૉબલી ટૉપ સેલિંગ કંપનીઓમાં ત્રીજા નંબર પર સેમસંગ રહી. Samsung Galaxy A12 ટૉપ સેલિંગ સ્માર્ટફોનના લિસ્ટમાં સાતમા નંબર પર છે. Samsung Galaxy A12ના આ ફોનની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થાય છે.
9/11

Xiaomi Redmi Note 9- આ લિસ્ટમાં Xiaomi Redmi Note 9 આઠમા નંબર છે. આ ફોન શરૂઆતના ત્રણ મહિનામાં ખુબ વેચાયો, આ ફોનની શરૂઆતી કિંમત 10,990 રૂપિયા છે.
10/11

Samsung Galaxy A21s- દુનિયાના સૌથી વધુ વેચાનારા ફોનમાં Samsung Galaxyનો A-સીરીઝ પણ સામેલ છે. આ ફોન ટૉપ 10ના લિસ્ટમાં 9માં નંબર પર રહ્યો છે. આ ફોનને તમે 15,400 રૂપિયામાં ખરીદી શકો છે.
11/11

Samsung Galaxy A31- Samsung Galaxy A31 પણ ટૉપ 10માં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. Samsung Galaxy A31 લિસ્ટમાં 10માં સ્થાન પર છે. આ ફોનની શરૂઆતી કિંમત 17,999 રૂપિયા છે.
Published at : 28 May 2021 10:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
