શોધખોળ કરો
Moto લાવી રહ્યો છે એક એવો 5G ફોન જેને હાથ પર ફરાવતાં જ ખુલી જશે કેમેરા, કિંમત પણ પૉકેટ ફ્રેન્ડલી
મોટો 9 જાન્યુઆરીએ ભારતમાં સસ્તો 5G ફોન લૉન્ચ કરવા જઈ રહ્યો છે. આ ફોનમાં તમને 50MP કેમેરા અને Android 14નો સપોર્ટ મળશે

(તસવીર સોશ્યલ મીડિયા પરથી)
1/6

Moto g34 5G: ટેક જગતમાં આ વર્ષે કેટલાય નવા નવા ઇનૉવેશન આવી રહ્યાં છે. ટેક કંપની મોટોરોલા પણ ખાસ ફોન્સ લઇને આવી રહી છે. મોટો 9 જાન્યુઆરીએ ભારતમાં સસ્તો 5G ફોન લૉન્ચ કરવા જઈ રહ્યો છે. આ ફોનમાં તમને 50MP કેમેરા અને Android 14નો સપોર્ટ મળશે. આ ફોન 5G સપોર્ટેડ છે અને પૉકેટ ફ્રેન્ડલી પણ છે.
2/6

મોટોરોલા 9 જાન્યુઆરીએ ભારતમાં Motorola G34 5G સ્માર્ટફોન લૉન્ચ કરશે. કંપનીએ આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પર લિસ્ટ કર્યો છે. મોબાઈલ ફોનના તમામ સ્પેક્સ પણ જાહેર કરવામાં આવ્યા છે.
3/6

આ ફોનમાં તમને Moto Gesturesનો સપોર્ટ મળશે જેની મદદથી તમે ફોનને ટ્વિસ્ટ કરતા જ કેમેરા ઓન કરી શકશો. આ ઉપરાંત તમે ફ્લેશલાઇટ પણ ઝડપથી ચાલુ કરી શકશો.
4/6

Moto G34 5Gમાં તમને 120hz ના રિફ્રેશ રેટ સાથે 6.5 ઇંચની સ્ક્રીન મળશે. આ મોબાઈલ ફોન Snapdragon 695 5G ચિપસેટ પર કામ કરશે. તમે મોબાઈલ ફોનને કાળા, વાદળી અને પર્લ બ્લૂ રંગમાં ખરીદી શકશો.
5/6

કંપની આ મોબાઈલ ફોનને 4/128GB અને 8/128GB સ્ટૉરેજ વેરિઅન્ટમાં લૉન્ચ કરશે. મોબાઈલ ફોનની સુરક્ષા માટે તમને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરનો સપોર્ટ મળશે.
6/6

આવતીકાલે Redmi અને Vivo તેમના નવા સ્માર્ટફોન લૉન્ચ કરશે. Redmi Note 13 Pro Plus માં તમને 200MP નો કેમેરા મળશે અને Vivo X100 Pro માં તમને ત્રણ 50MP કેમેરા મળશે.
Published at : 06 Jan 2024 12:35 PM (IST)
આગળ જુઓ
Advertisement