શોધખોળ કરો
Year Ender 2023: આ વર્ષે લૉન્ચ થયેલા આ છે પાંચ બેસ્ટ કેમેરા ફોન, જાણો સસ્તાં મૉડલની કિંમત....
જો તમે એક સારો કેમેરા ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો અહીં જાણો. વર્ષ 2023 તેના છેલ્લા મહિનામાં છે. આ વર્ષે સ્માર્ટફોન માર્કેટમાં કેટલાય સ્માર્ટફોન લૉન્ચ થયા હતા

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Year Ender 2023: વર્ષ 2023માં ભારતીય માર્કેટમાં ટેકનોલૉજીની ખુબ બોલબાલા રહી છે, કેટલાક ખાસ અને હાઇટેક સ્માર્ટફોન લૉન્ચ થયા છે, જો તમે એક સારો કેમેરા ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો અહીં જાણો. વર્ષ 2023 તેના છેલ્લા મહિનામાં છે. આ વર્ષે સ્માર્ટફોન માર્કેટમાં કેટલાય સ્માર્ટફોન લૉન્ચ થયા હતા. આ આર્ટીકલમાં અમે તમને આ વર્ષના બેસ્ટ કેમેરા સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ.
2/6

કેમેરાને લઈને આ વર્ષની શરૂઆતથી માર્કેટમાં જે સ્માર્ટફોને લોકોને આકર્ષ્યા છે તે સેમસંગનો Galaxy S23 Ultra છે. આ મોડલમાં 200MP પ્રાઈમરી કેમેરા અને 100x ઝૂમ સપોર્ટ છે. ઝૂમિંગ ફોટોગ્રાફી માટે એક ઉત્તમ સ્માર્ટફોન છે. તેમાં Snapdragon 8 Gen 2 socનો સપોર્ટ છે.
3/6

Oneplus 11 5G: આ ફોન કંપની દ્વારા 2023ની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 56,999 રૂપિયાથી શરૂ થાય છે. આમાં તમને ત્રિપલ કેમેરા સેટઅપ મળે છે. આ સ્માર્ટફોનમાં 50MP Sony IMX890 સેન્સર, 48MP Sony IMX581 સેન્સર અને 32MP ટેલિફોટો સેન્સર છે. ફ્રન્ટમાં તમને 16MP કેમેરા મળે છે.
4/6

iQOO Neo 7 Pro: આ ફોનની કિંમત 35,999 રૂપિયા છે. આમાં તમને Snapdragon 8+ Gen 1 અને સ્વતંત્ર ગેમિંગ ચિપ મળશે. આમાં તમને 50MP પ્રાઇમરી કેમેરા મળશે. એ જ રીતે, IQOO 11 5G પણ સારો ફોન છે. તેની કિંમત 51,999 રૂપિયા છે જેમાં Snapdragon 8 Gen 2 ચિપ અને 50MP GN5 અલ્ટ્રા સેન્સિંગ કેમેરા ઉપલબ્ધ છે.
5/6

iPhone 15 Pro: Appleએ સપ્ટેમ્બરમાં iPhone 15 સીરીઝ લૉન્ચ કરી હતી. iPhone 15 pro માં તમને ત્રિપલ કેમેરા સેટઅપ મળે છે જેમાં 48MP મુખ્ય લેન્સ, 12MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 12MP ટેલિફોટો લેન્સ છે. તેની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે.
6/6

Google Pixel 8 pro: Google Pixel 8 Pro ફોટોગ્રાફીના શોખીન લોકો માટે પણ એક બેસ્ટ ફોન છે. તેમાં ત્રિપલ કેમેરા સેટઅપ છે જેમાં 50MP મુખ્ય લેન્સ, 48MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 48MP ટેલિફોટો લેન્સનો સમાવેશ થાય છે. ટેલિફોટો લેન્સ તમને 30x સુપર રિઝૉલ્યૂશન ઝૂમ અને 5x ઓપ્ટિકલ ઝૂમ આપે છે. આ ઉપરાંત નથિંગ ફોન 2 કેમેરાની દ્રષ્ટિએ પણ સારો ફોન રહ્યો છે.
Published at : 09 Dec 2023 12:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
