નવી દિલ્હીઃ કર્ણાટકાની રાજધાની બેંગ્લુરુંથી 350 કિલોમીટર દુર શિવમોગામાં ગુરુવારે રાત્રે એક બ્લાસ્ટ થયો, બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આઠ લોકોના મોત થઇ ગયા છે.
2/5
ધમાકા બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળવા લાગ્યા હતા, અને મોડે સુધી વિસ્તારમાં ડરનો માહોલ પેદા થઇ ગયો હતો.
3/5
આ બ્લાસ્ટ એટલો બધો જબરદસ્ત અને ભયાનક હતો કે આજુબાજુની ઇમારતોના કાંચ તુટી ગયા હતા. આ ઉપરાંત કેટલાક મકાનોની છતને નુકશાન પહોંચ્યુ હતુ.
4/5
રાત્રે થયેલા આ બ્લાસ્ટથી લોકો ભૂકંપ આવ્યો હોવાનુ માની રહ્યાં હતા, પરંતુ બાદમાં ખબર પડી કે આ એક ડાયનામાઇટ બ્લાસ્ટ છે. આ એક ટ્રકનો ધમાકો હતો, જેનાથી ધરતી હલી હતી.
5/5
શિવમોગાનો આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આની ભયાનકતા આની તસવીરો જોઇને જાણી શકાય છે. આ દૂર્ઘટનાની તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં કેટલીક ઇમારતોના કાંચ તટી ગયેલા દેખાઇ રહ્યાં છે, તો વળી ક્યાંક જમીન ફાટી છે, રસ્તાંઓ પર તિરાડ દેખાઇ રહી છે. બ્લાસ્ટથી કેટલીક ઇમારતોની છત પણ તુટી ગઇ છે.