આર્યન ખાન: શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે તેવા અહેવાલોના કારણે ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટૂડેન્ટ ઓફ યર 3’ થી ડેબ્યૂ કરી કરી શકે છે. જો કે, તેની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. (Pic credit: instagram)
2/6
અહાન શેટ્ટી: સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન તેલુગુ સુપરહિટ ફિલ્મ RX 100 ની હિંદી રીમેક ‘તડપ’માં નજર આવશે. આ ફિલ્મમાં તેની અપોઝિટ તારા સુતારિયા નજર આવશે. આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. (Pic credit: instagram)
3/6
શનાયા કપૂર: અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરની પુત્રી શનાયા પણ જાન્હવી કપૂર અને અનન્યા પાંડેયની જેમ બોલિવૂડમાં જગ્યા બનાવવા માંગે છે. તે ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. એવામાં શનાયા 2021માં એક્ટ્રેસ તરીકે કોઈ ફિલ્મમાં નજર આવી શકે છે. (Pic credit: instagram)
4/6
સુહાના ખાન: શાહરુખ ખાનની પુત્રી સુહાના પોતાના ગ્લેમરસ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા તસ્વીરો શેર કરતી રહે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે તે મોટા પડદા પર નજર આવી શકે છે. 20 વર્ષીય સુહાના ન્યૂયોર્કમાં અભ્યાસ કરી રહી છે. શાહરુખ ખાન પહેલા જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, સુહાના અભ્યાસ પૂરો કર્યા બાદ બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. (Pic credit: instagram)
5/6
ખુશી કપૂર: શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી ખુશી પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. તે હાલમાં અમેરિકાની એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખી રહી છે. તેના બાદ તે ફિલ્મી દુનિયામાં પગ મૂકશે. (Pic credit: instagram)
6/6
બોલિવૂડમાં દર વર્ષે અનેક સ્ટાર કિડ્સ ડેબ્યૂ કરે છે. એવામાં આ વર્ષે પણ અનેક સ્ટાર્સના બાળકો મોટા પડદા પર નજર આવી શકે છે. ત્યારે જાણો કોણ કોણ બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. (Pic credit: instagram)