કરિયર માટે મહત્વપૂર્ણ છે ઈશાન: ઈશાન ખૂણો કરિયરની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. ઘરના સભ્યોના કરિયર કેવી રહેશે તે ઈશાન ખૂણાથી સંબંધિત છે. કરિયરમાં જો પ્રગતિ કરવી હોય તો ઇશાન ખૂણાને સ્વચ્છ અને ખુલ્લો રાખો. આ ખૂણામાં લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી સવાર-સાંજ પૂજા કરો. ઓફિસમાં મીટિંગ રૂમ કે કોન્ફરન્સ રૂમ આ ખૂણામાં બનાવો અને દુકાનમાં મંદિર પણ આ ખૂણામાં સ્થાપિત કરો. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)
2/4
ભગવાન શિવ છે ઈશાન ખૂણાના દેવતા: ઈશાન ખૂણાના દેવતા ભગવાન શિવ છે. હિમાલય પર્વત પર ભગવાન શિવનો વાસ છે અને આ તે ઉત્તર દિશા સ્થિત છે. ઈશાન ખૂણાને ધ્યાન માટે ઉત્તમ માનવામાં આવે છે. કારણકે ભગવાન શિવ હંમેશા ધ્યાનમાં જ લીન રહે છે.
3/4
ખૂબ પવિત્ર માનવામાં આવે છે ઈશાન ખૂણો: ઈશાન ખૂણો ઉત્તર અને પૂર્વ દિશા ભેગી થવાની બને છે. આ સૂર્યોદયની દિશા છે. આ ખૂણાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેથી તેને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ.
4/4
વાસ્તુ શાસ્ત્રમાં ઘરના ચાર ખૂણા બતાવ્યા છે. જો ઘરના ચારેય ખૂણાની વ્યવસ્થા તેની પ્રકૃતિ મુજબ કરવામાં આવે તો ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ ચાર ખૂણા પૈકી ઈશાન ખૂણામાં સફળતાનું રહસ્ય છુપાયેલું હોવાનું માનવામાં આવે છે.