મૃતકોમાં મીતાબેન મહેશભાઇ કલાડિયા, તેમના પતિ મહેશભાઇ, ગ્વાલિયરથી આવેલા રાજેશભાઇ રસિકભાઇ કલાડિયા, ભાવનાબેન રાજેશભાઇ, વાણિયાવાડીમાં રહેતા બળદેવભાઇ ઠાકરશીબાઇ કલાડિયા, દેવપરામાં રહેતા રમેશભાઇ ઠાકરશીભાઇ કલાડિયા, તેમના પત્ની મીનાબેન, પુત્ર સાગર તથા મુકેશભાઇનો સમાવેશ થાય છે.
9/11
કાર અને ટ્રક અકસ્માતમાં 8 લોકોનાં મોત નિપજ્યાં હતા ત્યારે આજે સવારે એક જ પરિવારના 5 સભ્યોની અંતિમયાત્રા નિકળી હતી. ત્યારે સગા-સંબંધીઓ અને સોસાયટીના લોકોએ હાજરી આપી હતી. અંતિમયાત્રા સમયે આક્રંદ જોવા મળ્યું હતું.
10/11
આ ઉપરાંત એક વ્યક્તિને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઈ છે. મોરબી તરફથી રાજકોટ આવી રહેલી ઇકો કાર રાત્રે નવેક વાગ્યે ટંકારા-કાગદડી વચ્ચે સાંઇ શક્તિ હોટેલ પાસે પહોંચી હતી ત્યારે મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક કાર સાથે ધડાકાભેર અથડાતાં રાજકોટના 8ના લોકોનાં મોત થયા હતા.
11/11
રાજકોટ: રાજકોટ પાસે ટંકારા-કાગદડી વચ્ચે મંગળવારે રાત્રે બનેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બંને વાહનો સળગી ઉઠ્યા હતા. કારમાં બેઠેલા રાજકોટના કલાડિયા પરિવારના પાંચ સભ્યો અને ગ્વાલિયરથી આવેલા તેમના સંબંધી દંપતી સહિત આઠનાં મોત નિપજ્યાં હતા.