મુંબઈઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પતિ-પત્ની બની ગયા છે. બન્નેએ ઈટાલીના લેક કોમોમાં લગ્ન કરી લીધા છે. બન્નેએ લગ્ન બાદ તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઇન્ટરનેટ પર આવતા જ તસવીર વાઈરલ થઈ ગઈ છે. દીપિકા અને રણવીરે બે તસવીર શેર કરી હતી. પ્રતમમાં બન્ને સિંધી રીતિ રિવાજમાં લગ્ન કરતાં જોવા મળે છે તો બીજામાં કોંકણી લગ્નનના પરિધાનમાં જોવા મળે છે.
2/9
ઈટાલીમાં લગ્ન બાદ મુંબઈમાં રણવીર-દીપિકાના બંગલાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ઘરનીતસવીર વાયરલ થઈ રહી છે.
3/9
દીપિકા પાદુકોણના ઘને સંપૂર્ણ રીતે લાઈટથી સજાવવામાં આવ્યું છે. જ્યારે રણવીર સિંહનું ઘર પણ નવી દુલ્હનના સ્વાગત માટે પૂરી રીતે તૈયાર છે. આખા બંગલાને કલરફુલ લાઈટ્સથી સજાવવામાં આવ્યો છે. જણાવીએ કે, રણવીર સિંહ જે બિલ્ડિંગમાં રહે છે તેનો આખો એક માળ તેણે ખરીદી લીધો છે. સમગ્ર ફ્લોરનું રિનોવેશન કરવામાં આવ્યો છે. અહેવાલ છે કે, કપલ ટૂંકમાં જ ત્યાં શિફ્ટ થવાનું છે. (વધુ તસવીરો જુઓ આગળનીસ્લાઈડ્સમાં....તમામ તસવિર સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે.)