નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019ની ફાઈનલમાં આઈસીસીના બાઉન્ડ્રી કાઉન્ટ નિયમને કારણે ઇંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બની ગઈ. બન્ને ટીમોની વચ્ચે મેચ ટાઈ થઆ અને બાદમાં સુપર ઓવર પણ ટાઈ થઈ ગઈ. ત્યાર બાદ મેચમાં વધારે બાઉન્ડ્રી હોવાને કારણે ઇંગ્લેન્ડની ટીમ વિજેતા જાહેર કરવામાં આવી. જોકે આઈસીસીના આ નિયમ પર મોટાભાગના પૂર્વ ખેલાડીઓએ હેરાની વ્યક્ત કરી અને ન્યૂઝીલેન્ડની સાથે ખોટું થયું હોવાની વાત કહી. જોકે લોકોએ આઈસીસીના આ નિયમની ખૂબ મજાક ઉડાવી છે...આગળ જુઓ તસવીરમાં કેવી કેવી મજાક ઉડી.....