શોધખોળ કરો
કોંગ્રેસના MLA લલિત વસોયા જળસમાધિ લે તે પહેલાં જ કોંગ્રેસના તમામ લોકોની પોલીસે કરી અટકાયત, જાણો વિગત

1/5

રાજકોટ: ભાદર નદીમાં પ્રદુષિત પાણી મુદ્દે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા જળસમાધિ કરે તે અગાઉ પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે તે સિવાય પાટીદાર નેતા હાર્દિક પટેલની અટકાયત કરી હતી.
2/5

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જળ સમાધિ લે તે પહેલા જણાવ્યું હતું કે, હું નિયત સમયે જ સમાધિ લઈશ. આ અંગે સરકારમાંથી એક પણ અધિકારી મળવા માટે આવ્યા નથી. સમાધિની જગ્યાએ લોકોના ટોળાં ઉમટી પડ્યાં છે.
3/5

બીજી તરફ મહાસભામાં પાસના કન્વીનર હાર્દિક પટેલ, ધારાસભ્ય લલિત વસોયા, પરષોત્તમ સાબરીયા, હર્ષદ રીબડિયા, લલીત કથગરા, બ્રિજેશ મેરજા, પ્રવિણ મુછડિયા, જે.વી કાકડીયા, પ્રતાપ દુધાત, ચીરાગ કાલરીયા, ભીખાભાઈ જોષી, બાબુભાઈ વાજા સહિત ધારાસભ્યો હાજર રહેવાના છે.
4/5

નોંધનીય છે કે, ધોરાજીના ભૂખી ગામે જ્યાં આ કાર્યક્રમ યોજાવાનો છે ત્યાંથી 42 કિલોમીટર દૂર મોટી પાનેલીમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાવાનો છે. આથી, પોલીસ અને વહીવટી તંત્ર ભારે એલર્ટ બની ગયું છે.
5/5

ભાદર નદી અને ભાદર-2 ડેમમાં ભળતા જેતપુરના કારખાનાઓનાં કેમિક્લયુક્ત પ્રદૂષણને અટકાવવાને બદલે તેને છાવરવામાં વ્યસ્ત સરકાર-પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા તથા અન્ય ધારાસભ્યો ઉપરાંત પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
Published at : 11 Aug 2018 09:14 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
શિક્ષણ
રાજકોટ
દેશ
ગુજરાત
Advertisement