આ દરમિયાન 2017માં શ્રીરામ પાવનભૂમિ પર આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં ઉપધાન તપની આરાધના કરી હતી. આ દરમિયાન સાધ્વી મહારાજની વાંચનાથી પ્રેરણા મળી. ત્યારે સમજાયું કે, કર્મના હિસાબે મૃત્યુબાદ પણ દુઃખ પડે જ છે. સંન્યાસી જીવન જ શ્રેષ્ઠ છે, જેમાં આ દેહના ઉદ્ધારની તક મળે છે. આથી દીક્ષાની પરવાનગી લીધી.
3/5
26મીએ પિંડવાડાની વતની મુમુક્ષુ માનવીના દીક્ષાના વસ્ત્ર રંગવાનન કાર્યક્રમ, મેંદી અને સાંઝી કરાઈ હતી. 27મીએ મુમુક્ષુ માનવીની વર્ષીદાન શોભાયાત્રા નીકળી હતી અને બેઠુ વર્ષીદાન કરવામાં આવ્યું હતું. મુમુક્ષુ માનવી જૈનએ જણાવ્યું હતું કે, એમ.કોમ.નો અભ્યાસ રાજસ્થાનના પાલીમાં પૂર્ણ કર્યો હતો. ફર્સ્ટક્લાસ આવ્યો હતો. ત્યારબાદ સિંગર બનવાની ઇચ્છા હતી.
4/5
આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં એપ્રિલ મહિના સુધીમાં 18 દીક્ષા નવી થવાની છે. તેમાં 28 જાન્યુઆરીએ મુમુક્ષુ માનવી જૈનની દીક્ષા હતી. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં એપ્રિલ સુધીમાં 18 દીક્ષા લેશે. 19 જાન્યુઆરીએ મુમુક્ષુ સાયણીની દીક્ષા સાથે આ 18 દીક્ષાનો પ્રારંભ કરાયો હતો. તેમાં 25મીએ મુમુક્ષુ માનવીની દીક્ષાના મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સિદ્ધશીલા એપાર્ટમેન્ટથી ગુરુ ભગવંતોનું સામૈયુ કરાયું હતું.
5/5
સુરતના મજૂરાગેટ વિસ્તારમાં આવેલા કૈલાસનગર જૈન સંઘના શ્રાવક અને કપડાંના વેપારી અતુલભાઈ જૈનની 22 વર્ષની પુત્રીએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં આયોજિત દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.